મોરબી ઝૂલતા પુલદૃુર્ઘટના કેસમાં જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

મોરબીની ઝૂલતા પુલ દૃુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે મુખ્ય આરોપી, ઓરેવા ગ્રુપના મેનેિંજગ ડિરેક્ટર જયસુખ પટેલને શુક્રવારે શરતી જામીન આપ્યા હતા. જયસુખ પટેલને ધરપકડના લગભગ ૧૫ મહિને જામીન મળ્યા છે. તેઓ વિદૃેશ જઈ શકશે નહીં તે શરતે સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યા છે. અગાઉ ડિસેમ્બર, ૨૦૨૩માં હાઇકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી હતી. તે સમયે હાઇકોર્ટે એવું અવલોકન કર્યું હતું કે પ્રથમદૃર્શી રીતે જયસુખ પટેલ પુલની જર્જરિત સ્થિતિથી વાકેફ્ હતા અને દૃુર્ઘટના રોકવા માટેના પગલાં લઇ શક્યા હોત. ઉલ્લેખનીય છે કે આ દૃુર્ઘટનામાં કુલ ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જયસુખ પટેલને જામીન મળવા સાથે હાલ આ કેસના ૧૦માંથી ૯ આરોપી જામીન પર મુક્ત છે જ્યારે એક આરોપી દૃેવાંગભાઇ પરમારની જામીન અરજી હાઇકોર્ટમાં પડતર છે.

રિલેટેડ ન્યૂઝ