વાંકાનેર નજીક સિરામીકના કારખાનામાં દિવાલ પડતા શ્રમિકનું કરૂણ મોત

મોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ પોલીસ ચોપડે નોંધાયા

મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુ અને આત્મહત્યાના મળી કુલ ચાર જેટલા બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે.
પ્રથમ બનાવની વિગત મુજબ મોરબી રહેતા મનુભાઇ કારૂભાઇ સરવૈયા ઉવ.31 કે જેઓ મોરબી તાલુકાના જેપુર ગામ નજીક આવેલ કેવઠીયા સેરા નામની ફેક્ટરીમાં કામ કરતા હોય તે દરમિયાન પતરા ઉપરથી અકસ્માતે નીચે પટકાતા મનુભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ચાલુ સારવારમાં મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસને બનાવ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં મોરબીના કુબેરનગર-1માં રહેતા મનિષભાઇ ઉર્ફે સાગરભાઇ ઘનશ્યામભાઇ મહેતા ઉવ.42 છેલ્લા ત્રણ વર્ષથી હરસ મસાની બીમારી, લીવરની બીમારી, પીતાશયની બીમારી તેમજ કીડનીમા પાણી ભરાવવાની બીમારીથી કંટાળી ગયેલ હોય જેથી ગઈકાલ તા.21 મે 2024 ના રોજ પોતાના ઘરે પોતાની જાતે પંખામા દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
ત્રીજા બનાવમાં વાંકાનેરના સરતાનપર ગામ નજીક સેન્સો ચોકડી નજીક આવેલ નિધિ માઇક્રોન સીરામીક ફેક્ટરીમાં જૂનું બાંધકામ તોડતી વેળા દીવાલ પડવાથી દીવાલ નીચે દબાઈ ગયેલ મૂળ ઉત્તરપ્રદેશના વતની હાલ નિધિ માઇક્રોન સીરામીકમાં રહેતા ચંદન બજરંગી કશ્યપ ઉવ.21ને માથામાં ગંભીર ઇજા થવાને લીધે તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે અકાળે મોતને ભેટેલા મૃતક ચંદન કશ્યપના મોત અંગે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા તાલુકાના અમરાપર ગામ નજીક આવેલ જીજુ નદીમાં કોઈ કારણોસર અકસ્માતે પાણીમાં ડૂબી જતા ટંકારાના ગોકુલનગર ભરવાડવાસમાં રહેતા 18 વર્ષીય કેવલભાઇ દિનેશભાઇ ઝાપડાની ડેડબોડી પાણીમાંથી કાઢી ટંકારા હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં મૃતદેહના પીએમ સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે હાલ પોલીસે બનાવ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરુ કરી છે.

રિલેટેડ ન્યૂઝ