મોરબી મહાનગરપાલિકામાં ભળવા ઘુંટુના રહીશોનો ઇન્કાર

કલેકટરને આવેદન પત્ર પાઠવી રોષ પ્રગટ કર્યો

મોરબીને નગર પાલિકાને મહાનગર પાલિકાનો દરજજો આપવાની જાહેરાત થઈ ચૂકી છે અને તે કામગીરીના ભાગરૂપે મોરબી નજીક આવેલ ઘૂંટુ ગામનો પણ મહાનગર પાલિકામાં સમાવેશ કરવાનું જાહેર કરાયું છે જેને લઇને ગ્રામજનો દ્વારા તંત્રના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળતાં મોરબીના ઘૂટુ ગામને મોરબી મહાનગર પાલિકામાં સમાવેશ કરવાની દરખાસ્ત આવતા ગ્રામજનો દ્વાર જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે. અમુક ગામો ઘુટું ગામની આજુબાજુમાં આવેલા છે છતાં તેની સમાવેશ કરવામાં આવ્યો નથી તો માત્ર ઘૂંટુ ગામનો સમાવેશ શા માટે ? તેમજ ઘૂંટુ ગામમાં બધી પ્રકારની સુવિધા છે અને સમગ્ર ગામમાં સમૃદ્ધિ છે. તેમજ ગ્રામ્ય જનતાને વધુ સુવિધાની જરૂરિયાત નથી. તો અમારા ઘૂંટુ ગામને મહાનગર પાલિકામાં સમાવેશ ન કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. જે બાબતે જિલ્લા કલેકટર દ્વારા ગ્રામજનોને જણાવાયુ કે ગામને સમાવેશ કરવાની દરખાસ્ત બે વર્ષ પહેલા તૈયાર થઈ હતી. છતાં પણ ગ્રામજનોની રજૂઆતને ઉચ્ચ સ્તરે પહોચાડવામાં આવશે તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ