માળીયાહાટીના તાલુકાના ગાંગેચા ગામે સોમવતી અમાસના પવિત્ર દિવસે ગાગ નાથ મહાદેવના સાનિધ્યમાં માળીયાહાટીના બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય દ્વારા લોકો ભારતીય સંસ્કૃતિ થી જાગૃત રહે અને ભારતીય સંસ્કૃતિની ખબર પડે એ આશયથી એક ભવ્ય અધ્યાત્મિક પ્રદર્શન યોજાયું હતું
આ આધ્યાત્મિક પ્રદર્શન જોવા મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ લાભ લીધો હતો. બ્રહ્માકુમારી રૂપાબેન બ્રહ્માકુમારી દક્ષાબેન બ્રહ્માકુમારી હીનાબેન બ્રહ્માકુમારી નીલા બેન બ્રહ્માકુમારી સંગીતાબેન દીલાભાઇ ધનેશા. જીતુભાઈ લુકા સહિતના હાજર રહી લોકોને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું હતું અને અધ્યાત્મિક પ્રદર્શન વિશે માહિતગાર કર્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.