મોરબી તમામ જગ્યાએ થયેલ મુસીબતોમાં સેવા માટે અગ્રેસર હોય છે જેમાં પુલવામાં થયેલા આતંકી હુમલામાં અનેક આર્મીના જવાનો શહીદ થયા હતા જેમાં સાથે સાથે યુવા પત્નિઓ , બાળકો અને વૃદ્ધ માતા પિતાઓના સપનાઓ અને આશાઓએ પણ શહીદી વ્હોરી હતી ત્યારે મોરબી માંથી જાહેર જનતાથી માંડી સીરામીક એશો., કલોક એશો., કાપડ એશો. સહિતના ઉદ્યોગકારો આર્થિક સહાય માટે આગળ આવ્યા હતા અને એક મેસેજ થી જ કરોડો રૂપિયાનું દાન શહીદોના પરિવારના બેંકોમાં જમા કરાયું હતું તેમજ લોકડાયરો ગોઠવી રૂબરૂ બોલાવી દાન આપવામાં આવ્યા હતા
જેમાં મોરબી ના યુવા ઉદ્યોગપતિ અજય લોરિયાની સેવા કીય પ્રવૃત્તિ ઓ માટે જાણીતા છે જેમાં યુવા ઉદ્યોગપતિ અજય લોરીયા દ્વારા જમ્મુ કશ્મીરના પુલવામામાં 2019 થયેલા આંતકી હુમલા બાદ સહિદ પરિવારો ને મળી તેની વેદનાઓ જાણી હતી અને જુદા જુદા 38 રાજ્યોમાં ફરી એક લાખ દસ હજાર કિલોમીટર ની મુસાફરી કરી શહીદોના પરિવારોને હાથો હાથ રૂપિયા 58 લાખની જંગી સહાય ની આર્થિક મદદ કરી ખરા અર્થમાં દેશભક્તિના દર્શન કરાવ્યા હતા એટલું જ નહીં પોતાની ફેકટરીમાં પાકિસ્તાન મુર્દાબાદ લખેલી સ્પેશ્યલ ટાઈલ્સ બનાવડાવી હતી અને મોરબી સહિતના શહેરોમાં શૌચાલયો માં ચોંટાડી અનોખો વિરોધ અને રોષ વ્યકત કર્યો હતો ત્યારે પુલવામાં માં થયેલા હુમલા નું આજે 1 વર્ષ પૂર્ણ થતા આજ રોજ થયેલા શહીદ જવાનોને ભારત માતા એમની આત્માને શાંતિ આપે એવી પ્રભુ ને પ્રાર્થના સાથે તમામ જવાનો માટે ગૌશાળા માં દાન આપી અને આગામી તારીખ 22 ફેબ્રુઆરી ના રોજ દક્ષિણ ભારતમાં બાકી રહેલા શિહીદો પરિવાર જનોને પણ રૂબરૂ મળી તેઓની વેદના જાણવા માંટે યુવાન અજય લોરીયાએ સંકલ્પ કરી લીધો છે અને આ જ સંકલ્પ ના લીધે યુવા ઉદ્યોગ પતિ અજય લોરીયા તા.22 ફેબ્રુઆરી થી દક્ષિણ ભારતના કેરળ , કર્ણાટક , તમિલનાડુ માં પુલવામામાં થયેલા શહીદ જવાનને આર્થિક સહાય આપવા કૂચ ની તૈયારી કરી લીધી છે જેમાં આજ દિન સુધીમાં 1.10 લાખ કિલોમીટર ખેડી ને 58 લાખ ની સહાય કરેલ છે તે ઉપરાંત દક્ષિણ ભારતમાં અજય લોરીયા બાકી રહેતા પરિવાર જનોને રૂપિયા 17 લાખ થી વધુ રૂપિયા ની આર્થિક સહાય કરવા જઈ રહ્યો છે જો કે હજુ તે આ સહાયની રકમ નો આંકડો વધે તેવા પ્રયત્નો કરી રહ્યો છે ત્યારે મોરબી ના યુવા ઉદ્યોગ પતિ અજય લોરીયાએ ખરા અર્થમાં દેશભક્તિની મિસાલ કાયમ કરી છે તેમ કહેવામાં કોઈ શંકાને સ્થાન નથી. જો કે આ યુવાને કેવડિયા ખાતે પીએસઆઈ એ કરેલ આત્મહત્યા માં પણ તેની પુત્રીના ભવિષ્ય માટે રોકડ રકમ દાન કરી હતી ત્યારે મોરબીના યુવા ઉદ્યોગપતિ અજય લોરીયા મોરબીના યુવા ભામાશાની પ્રતીતિ કરાવે છે.
