મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાનો પાંચ વર્ષે પણ ડ્રો નહીં કરાતાં લોકોમાં રોષ

મોરબી તા. 16
મોરબીમાં મુખ્યમંત્રી આવસ યોજનાના પાંચ વર્ષ થયા હોવા છતાં પણ મકાનના ડ્રો ન થતા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી હતી. પાંચ વર્ષથી 500 થી 700 પરિવારો પાસેથી રૂપિયા લીધા હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં : અગમિસ મ્યમાં ડ્રો ન કરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
મોરબીમાં સામાજિક કાર્યકર રાજુભાઈ દવે સહિતના સામાજિક કાર્યકરે મુખ્યમન્ત્રી વિયજયભાઈ રૂપાણીને લેખીત રજુઆત કરી છે કે મોરબી શહેરમાં મુખ્યમંત્રી આવસ યોજના પાંચ વર્ષથી બહાર પાડવામાં આવેલી છે જેને આજે પાંચ પાંચ વર્ષ થી ગયા હોવા છતાં મુખ્યમંત્રી આવાસના મકાનોની ફાળવણી કરવામાં આવી નથી જેમાં મોરબી નગરપાલિકા ખાતે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ લગભગ 500 થી 700 અરજદારોએ લાભ લેવા માટે રૂપિયા ભર્યા છે એમ છતાં આજે પાંચ પાંચ વર્ષ બાદ પણ ન તો રૂપિયા પ્રત્ત મળ્યા છે ન તો મકાન ત્યારે કામધેનુ પાર્ટી પ્લોટ નજીક બનેલા મુખ્યમંત્રી આવસ યોજના મકાનો ના લાભાર્થી પોતાના ઘરના ઘરની કાગડોળે રાહ જોતા હોય છે અનેક ગરીબ પરિવારો ના સપનાઓ સાથે રમત રમી અને પાંચ વર્ષથી ધક્કો ખવડાઈ રહ્યા છે અને કોઈ સંતોષ કર્ક જવાબ આપી રહ્યા નથી ત્યારે મુખ્યમંત્રી આવસ યોજના ના આ મકનાઓ ધૂળ ખાઈ ગયા છે અને મકાનોમાં પણ તિરાડો પાડવા માંડી છે છતાં પણ તંત્ર તેની કોઈ દરકાર લાઈ રહ્યું નથી ત્યારે ગરિબ પરિવારના માણસો ભાડા ના મકાનમાં રહીને મહિને ચાર થી પાંચ હાજર રૂપિયા ભાડું ભરીં રહ્યા છે ત્યારે તમામ લાભાર્થીઓ એ એક અરજી દીઠ 10 હજાર થી માંડી 20 હજાર સુધીના રૂપિયા એડવાન્સ આપેલા છે
આમ છતાં આજે પાંચ ર્વષથી કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે આ મકાનોમાં તિરાડો પડી ગઈ છે તો આ મકાનો ગરીબોને વહેલી તકે ડ્રો કરી કેમ સૂપવામાં નથી આવતા ? આવા સવાલો સાથે મકાનની વેલ્યુએશન સહિતની કામગીરી ચેક કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજુઆત કરવામાં આવૈ છે જો આ ડ્રો આગામી સમયમાં કરવામાં નહિ આવે તો સામાજિક કાર્યકરનાં જૂથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી રાજુભાઈ દવે,જગદીશ બામભણીયા , જીગ્નેશભાઈ પંડ્યા સહિતના સામાજીક આગેવાનોએ ઉચ્ચારી છે.

રિલેટેડ ન્યૂઝ