પૈસા નહીં ચૂકવી શકતા પતિએ જ પત્ની-દિકરીનો સોદો કર્યો : પીડિતાની માતાએ જમાઈ, મકાન માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ધરપકડ
મોરબીમાં ભાડે મકાન રાખી રહેતા પરિવાર પર ભાડાની બાકી રકમ ચડત થતાં સગીરા અને તેની માતા પર મકાન માલીક દ્વારા અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની અને તેને પીડિતાના પતિએ જ મદદગારી કરી હોવાની પોલીસ ફરિયાદ પીડિતાની માતાએ નોંધાવતા મકાન માલીક, ફરિયાદીના જમાઈ સહિત ત્રણ શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આજથી છએક મહિના પહેલા ફરીયાદીની દિકરી તેના જમાઈ અને દોહિત્રી પરિવાર સાથે મોરબીમાં મજુરી કામ અર્થે આવેલ હોય અને ફરિયાદીના જમાઈએ મકાન માલીક આરોપીનુ મકાન માસીક રૂપિયા 2000ના ભાડેથી રાખેલ હોય, અને જમાઈને કામધંધા ચાલતા ન હોય જેથી ભાડુ ચડત થઇ જતા જમાઈ ની સંમતિથી ફરીયાદીની દિકરી સાથે સબંઘ રાખી અવાર નવાર શરીર સબંધ બાંધી મકાનમાલીક આરોપીએ દુષ્કર્મ આચરેલ હોય તેમજ મકાન માલીક આરોપીની નજર ફરીયાદીની દોહીત્રી જે સગીરવયની હોય તેવુ જાણવા છતા તેની સામે નજર બગાડી મકાન માલીક આરોપીએ ચડતભાડાની આડના કારણે સગીરવયની દિકરી સાથે સબંધ બાંધવા કહેતા આરોપી (પિતા)ની સમંતીથી સગીરવયની દિકરી ભોગબનનારને મજબુર કરી તેની સાથે મકાનમાલીક આરોપીએ લલચાવી ફોસલાવી અવાર નવાર શરીર સબંધ બાંધી ગુનો આચરેલ હતો.
તેમજ આ મકાનમાલીક આરોપીએ ફરીયાદીની દિકરી તથા સગીરવયની દોહીત્રી સાથે અવાર નવાર પોતાના રહેણાંક મકાને તેમજ આરોપીના રહેણાંક મકાને તેમજ ટંકારા ખાતે આરોપી મકાનમાલીકે સાથીના રહેણાંક મકાને અન્ય ત્રીજા આરોપીએ ફરીયાદીની દિકરી સાથે તેમજ મકાનમાલીક આરોપીએ સગીરવયની દિકરી સાથે દુષ્કર્મ આચરી ગુનો કરેલ હતો તેમજ આ ગુનામાં ખુદ ફરિયાદીના જમાઈ એ જ ફરિયાદીની દીકરી અને દોહિત્ર ને પીંખી નાખવા સંમતિ આપી હોવાનું ખુલ્યુ હતું. જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી મકાનમાલીક તથા ભોગબનનાર સગીરાનો પિતા તથા અન્ય સહ આરોપી એમ કુલ-3 આરોપીઓ વિરૂધ્ધ તા.01/05/2026ના રોજ બી.એન.એસ. તેમજ પોકસો એકટ હેઠળનો ગુનો રજીસ્ટર થયેલ છે. આ ગુનાના આરોપી પતિ-તથા મકાન માલીકને ઝડપી પાડેલ છે જેમાં આરોપી પતિ હાલ જેલ હવાલે છે અને મકાન માલીકના દિન-1 ના રીમાન્ડ મેળવેલ છે. તેમજ ગુનામાં અન્ય સહ આરોપી ભાગતો ફરેછે તેની ધરપકડ કરવા ટેકનીકલ માધ્યમથી તેમજ ખાનગી બાતમીદારો થી આરોપી શોધી કાઢવા તજવીજ ચાલુ છે.
