ક્રાઈમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત રેઇડમાં રૂ.1.20 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી તાલુકાના જેતપર ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઇસમોને ક્રાઈમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડ્યા હતા. રેઇડ દરમિયાન પોલીસે રોકડ રૂ.70,100/- અને 7 મોબાઇલ મળી કુલ રૂ.1,20,100/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ચાર આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. તમામ 13 આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ખાનગીરાહે બાતમી મળી હતી કે, જેતપરથી દેવળીયા જવાના રસ્તે પડતર ખરાબામાં કેટલાક ઇસમો પૈસાની હારજીત સાથે તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જેથી બાતમીના આધારે રેઇડ કરતા જ્યાં જુગાર રમી રહેલ (1)રણજીતભાઇ મનસુખભાઇ પટેલ ઉવ.22 રહે.વેણાસર તા.માળીયા(મીં), (2)અભયભાઇ ભગવાનજીભાઇ પટેલ ઉવ.26 રહે.જેતપર તા.જી.મોરબી, (3)અશ્વિનભાઇ હીરજીભાઇ પટેલ ઉવ.46 રહે.રવાપર તા.જી.મોરબી, (4)ધર્મેન્દ્રભાઇ ગોકળભાઇ કોળી ઉવ.36 રહે.જેતપર તા.જી.મોરબી, (5)માનસીંગભાઇ દેવાભાઇ કોળી ઉવ.55 રહે.વવાણીયા તા.માળીયા મીં.જી.મોરબી, (6)નિપુલભાઇ જેન્તીભાઇ પટેલ ઉવ.34 રહે.મહેન્દ્રનગર તા.જી.મોરબી, (7)મયંકભાઇ તળશીભાઇ પટેલ ઉવ.34 રહે. મહેન્દ્રનગર તા.જી.મોરબી, (8)રાહુલભાઇ મનહરભાઇ બોસીયા ઉવ.25 રહે.જેતપર તા.જી.મોરબી તથા (9)મેહુલભાઇ લાભુભાઇ પટેલ ઉવ.36 રહે.મહેન્દ્રનગર તા.જી.મોરબી એમ નવ ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.70,100/- તથા સાત મોબાઇલ મળી કુલ રૂ.1,20,100/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ચાર શખ્સો (1)રાજુભાઇ કંડીયા (પાઉભાજીવાળા) રહે.જેતપર તા.જી.મોરબી, (2)ઢેકરી અઘારા રહે. જેતપર તા.જી.મોરબી, (3)રૂપેશ ઉર્ફે રૂપો કલોલા રહે.જેતપર તા.જી.મોરબી તથા (4)રૂપેશ ઉર્ફે રૂપો કલોલા રહે. જેતપર તા.જી.મોરબી વાળા અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. આ સાથે પોલીસે પકડાયેલા અને ફરાર મળીને કુલ 13 આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
