અન્ય એક સામે પણ ગુનો: યુવતિએ લગ્નના વાયદા કરી 19 લાખ, દાગીના, મોબાઇલ પડાવ્યા
મોરબી શહેરમાં એક સ્પા વર્કર યુવતી સામે લગ્નના વાયદા કરી કરિયાણાના વેપારી પાસેથી રૂ. 19 લાખ જેટલી રકમ, સોનાના દાગીના અને મોંઘા મોબાઈલ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. શનાળા રોડ પર આવેલા સ્પામાં કામ કરતી હરિયાણાની કાજલકુમારી ઉર્ફે પ્રિયા નામની યુવતીએ અપરિણીત વેપારી સાથે પ્રેમસંબંધ બાંધી લગ્નનું આશ્વાસન આપ્યું હતું.
ફરિયાદ મુજબ યુવતીએ ઘર બનાવવા, પરિવારની મદદ સહિતના વિવિધ બહાનાં બતાવી અલગ-અલગ સમયે રોકડ, બેંક ટ્રાન્સફર, સોનાના દાગીના તેમજ સેમસંગ જ23 અને શઙવજ્ઞક્ષય 16 ઙજ્ઞિ મોબાઈલ મેળવ્યા હતા. બાદમાં યુવતીએ સંબંધ રાખવાનો ઇનકાર કરી વેપારી પાસે રહેલા ખાનગી ફોટા-વીડિયો વાયરલ કરવાની તથા ખોટા દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.
આ ઉપરાંત યુવતીના પતિ તરીકે ઓળખ આપનાર વ્યક્તિ અને અન્ય એક શખ્સે પોતે પોલીસ અથવા નાર્કોટિક્સ વિભાગમાંથી બોલતા હોવાનું કહી વેપારી અને તેના પરિવારને ધમકાવ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસે યુવતી, તેના પતિ તરીકે ઓળખ આપનાર શખ્સ તેમજ અન્ય એક અજાણ્યા આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
