મોરબીના વજેપરમાં વાડામાંથી હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

એસઓજીની ટીમે રેઇડમાં રૂ.1.45 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
મોરબી એસઓજી ટીમે પૂર્વ બાતમીને આધારે સાયન્ટિફિક રોડ ઉપર વજેપર વિસ્તારમાં દરોડો પાડી 1 કિલો 992 ગ્રામ ગાંજો અને 11 ગ્રામથી વધુ હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી હતી. પોલીસે કુલ રૂ.1,45,549/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબી શહેરના સાયન્ટિફિક રોડ વજેપર વિસ્તારમાં દાઉદભાઈ અબ્બાસભાઈ ખુરેશી પોતાના રહેણાંક મકાન સામે આવેલા વાડામાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની મળેલ બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા આરોપી પાસેથી 1 કિલો 992 ગ્રામ ગાંજો કિ.રૂ.99,600/- તથા 11 ગ્રામ 37 મીલીગ્રામ હાઈબ્રીડ ગાંજો કિ.રૂ.38,629/- નો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે બે ઇલેક્ટ્રીક વજન કાંટા, ગાંજાના વેપારમાંથી મેળવેલી રોકડ રકમ રૂ.1,620/- તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,45,549/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે આરોપી દાઉદભાઈ અબ્બાસભાઈ ખુરેશી સામે એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

રિલેટેડ ન્યૂઝ