હળવદના ગોરી ઘનશ્યામપુરમાં યુવતીનો ફાંસો ખાઇ જીંદગી ટુંકાવી
મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા અને કલરશોપનો ધંધો કરતા વેપારીએ ધંધામાં પૈસાની તંગીને કારણે તણાવમાં આવી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ મામલે એ ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી છે.
મોરબીના ગ્રીન ચોક ઘોડા ફળી મોટી હનુમાન શેરીમાં રહેતા વિરાજ નવનીતભાઈ દફતરી ઉવ.40 નામના વેપારીએ પોતાના મકાનના રૂમમાં છતના પંખા સાથે કાપડની ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. ત્યારે પોલીસ તપાસમાં મૃતકના પત્ની પાસેથી મળેલ પ્રાથમિક વિગતો મુજબ, મૃતક કલરશોપનો વ્યવસાય કરતા હતા અને ધંધામાં પૈસાની તંગીને કારણે છેલ્લા કેટલાક સમયથી ટેન્શનમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. હાલ મૃત્યુના બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
20 વર્ષીય યુવતીનો આપઘાત
હળવદ તાલુકાના ગોરી ઘનશ્યામપુર ગામે રહેતી અનીતાબેન માવજીભાઈ રાઠોડ ઉવ.20એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમના છતના હુકમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ થતાં હળવદ પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુના બનાવ મામલે હળવદ પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.
