મોરબીમાં રાજસ્થાની શખ્સ મેફેડ્રોનના જથ્થા સાથે પકડાયો

રૂા. 1.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

મોરબી એસઓજી ટીમે બાતમીના આધારે ત્રાજપર ચોકડી નજીક દરોડો પાડી રાજસ્થાનના યુવકને મેફેડ્રોન ડ્રગ્સ પાવડરના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ.1.53 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી એસઓજી ટીમે બાતમીના આધારે ત્રાજપર ચોકડી પાસે આવેલ મેલડી માતાના મંદિર નજીક દરોડો પાડી રાજસ્થાનના ઝાલાવાડ જીલ્લાના લસુડીયા ગામે રહેતા આરોપી કાલુલાલ પુરાલાલ ગોયલ ઉવ.26ને 49.389 ગ્રામ મેફેડ્રોન પાવડર કિ.રૂ.1,48,140/- તથા એક મોબાઈલ ફોન કિ.રૂ.5 હજાર એમ કુલ રૂ.1,53,140/-નો મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી આ નશીલા પદાર્થનું વેચાણ કરવાની પેરવીમાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ