દરેક પર્વ અને તહેવારની સમાજ ઉપયોગી તેમજ પ્રેરણાદાયી ઉજવણી કરવા માટે રેલ મોડેલ બનેલા યંગ ઈન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા આજે પિતા પ્રત્યે આત્મીયતા અને આદરની લાગણી દર્શાવતા પર્વ ’ફાધર્સ ડે’ની એક અનોખી અને હૃદયસ્પર્શી ઉજવણી કરવામાં આવી હતી. સંતાનોની અવહેલના અને અપેક્ષાનો ભોગ બનીને વૃધ્ધાશ્રમમાં આશરો લેવા મજબુર બનેલા વડીલોની જીંદગીમાં ખુશીઓની પળો લાવવા માટે યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીના વૃધ્ધાશ્રમના વડીલો સાથે ખાસ સ્નેહમીલન અને સન્માન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ, રાજકોટ સંચાલીત મોરબીના વૃધ્ધાશ્રમના ઈન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા થયેટરમાં લઈ જઈને ગુજરાતી ફીલ્મ બતાવવામાં આવી હતી. ફીલ્મ જોઈને તમામ વડીલો ખુબજ આનંદીત થયા હતા અને સંસ્થાના તમામ વડીલોની દૈનિક જરૂરીયાત ધ્યાનમાં રાખીને ઉપયોગી સ્વાસ્થ્ય કીટ સહિતની ભેટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
બધા સભ્યો સાથે મળીને માવતરો સાથે સુખદુ:ખ વહેંચીને તેમના જીવનનાઅ નુભવો સંસ્મરણો વાગોળ્યા હતા. આવો વ્હાલ અને આદરભર્યા સત્કારને કારણે વૃધ્ધાશ્રમનું વાતાવરણ ભાવકુતા અને આનંદથી ભરાઈ ગયું હતું. યંગ ઈન્ડિયા ગ્રુપના ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે આજની યુવા પેઢીને પિતાનું મહત્વ સમજાવવા માટે આવા કાર્યક્રમો કરી વડીલો પ્રત્યે સન્માન અને સેવાભાવની સંસ્કૃતિ મજબુત કરવાનો વિનમ્ર પ્રયાસ છે.
વૃધ્ધાશ્રમના કીરણબા વાઘેલા તથા પરેશભાઈ કીકાણી અને યંગ ઈન્ડીયા ગુપના સભ્યો દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ.
