મોરબીનાં માધાપર નજીક દુકાનમાથી 35 વિદેશી દારૂના ચપલા ઝડપાયા

માતા-પુત્ર ફરાર: મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે મળેલી બાતમીના આધારે માધાપરના ઝાંપા નજીક જડેશ્વર કોમ્પ્લેક્ષમાં દરોડો પાડી વિદેશી દારૂના 35 ચપલા કઈ.રૂ.4,200/-જપ્ત કર્યા હતા. દરોડા દરમિયાન દુકાનના સંચાલક માતા-પુત્ર સ્થળ પર નહિ મળી આવતા બન્ને આરોપીને ફરાર જાહેર કરી તેમની સામે ગુનો નોંધ્યો છે.
મોરબી સીટી એ-ડિવિઝન પોલીસને બાતમી મળી કે, માધાપર નજીક જડેશ્વર મંદિર પાસે આવેલા જડેશ્વર કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલી દુકાનમાં આરોપી સમીર શેરઅલીભાઈ મોવર અને તેની માતા હાજરાબેન શેરઅલીભાઈ મોવર વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જેથી મળેલ બાતમીને આધારે ઉપરોક્ત કોમ્પ્લેક્ષની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 180મિલી.ની 35 બોટલ કિ.રૂ.4,200/-મળી આવી હતી. જ્યારે બંને આરોપી સમીર શેરઅલીભાઈ મોવર અને હાજરાબેન શેરઅલીભાઈ મોવર બન્ને રહે. જડેશ્વર કોમ્પ્લેક્ષ મોરબી વાળા દરોડા દરમિયાન સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા પોલીસે બંનેને ફરાર જાહેર કરી આગળની તજવીજ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ