ઓએસઓજીની કાર્યવાહી, બી ડિવિઝનને સોંપાયો
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને થાનગઢ નજીકથી મોરબી એસઓજીએ ઝડપી આગળની કાર્યવાહી માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોંપ્યો છે. મોરબી એસઓજી પોલીસ ટીમને બાતમી મળી હતી કે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી શામજી ઉર્ફે વિજયભાઈ સુખાભાઈ સારલા ઉવ.26 રહે. નળખંભા તા.થાન જી. સુરેન્દ્રનગર વાળો થાનગઢના પીપરા વિસ્તાર ખાતે હાજર છે. જેથી મળેલ બાતમીના આધારે મોરબી એસઓજીની ટીમે કાર્યવાહી કરીને આરોપીની અટકાયત કરી હતી. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને આગળની કાર્યવાહી માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
