હળવદના માલણીયાદ અને ચરાડવા ગામમાં જુગાર પર પોલીસનો દરોડો

89 હજારના મુદામાલ સાથે છ જુગારી પકડાયા

હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં જાહેરમાં ચાલી રહેલા જુગાર પર હળવદ પોલીસે દરોડો પાડી ત્રણ આરોપીઓને રોકડા 29,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હળવદ પોલીસ દ્વારા બાતમીના આધારે માલણીયાદ ગામની સીમમાં બળદેવભાઈ પરમારની વાડી તરફ જવાના રસ્તા પર રેડ કરવામાં આવી હતી. ત્યાં જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 29,800 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્રણેય આરોપીઓ બળદેવભાઈ ગણેશભાઈ પરમાર,સુરેશભાઈ નવનીતભાઈ પરમાર,દયારામભાઈ બાબુભાઈ ધામેચા સામે હળવદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ત્રણ જુગારીઓ ઝડપાયા
હળવદ તાલુકાના ચરાડવા ગામે બસ સ્ટેન્ડ નજીક આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં ચાલી રહેલા જુગારધામ પર મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમે દરોડો પાડી ત્રણ જુગારીઓને રોકડા રૂપિયા 61,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી એલસીબી ટીમએ બાતમીને આધારે ચરાડવા ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં દરોડો પાડતા ત્રણ શખ્સો ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે ગંજીપત્તાના પાના તથા રોકડા મળી કુલ 61,000નો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓ વિજયભાઈ છગનભાઈ માકાસણા,રફીકભાઈ હારૂનભાઈ મોવર,દિલીપભાઈ અરવિંદભાઈ સોનગ્રા ને ઝડપી પાડ્યા છે.

રિલેટેડ ન્યૂઝ