ટંકારાના બંગાવડી ગામે રમતા-રમતા પાણીની કુંડીમાં ડુબી જતા ત્રણ વર્ષના માસુમનું મોત

મોરબીના ખારચીયામાં કુવામાં ન્હાવા પડેલા સગીરનું ડુબી જતા મોત

ટંકારા તાલુકાના બંગાવડી ગામે વાડીમાં રમતા રમતા પાણી ભરેલી કુંડીમાં પડી જતાં ત્રણ વર્ષીય ખેતમજૂરના માસૂમ બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
મળતી વિગતો મુજબ, બંગાવડી ગામે વિપુલભાઈ મગનભાઈ મેંદપરાની વાડીમાં ખેતમજૂરી કરતા અને ખંડાલા પૂજારી તા.જી.અલીરાજપુરના વતની રાકેશભાઈ ચૌહાણનો ત્રણ વર્ષીય પુત્ર સજ્જન ઓરડી પાસે રમતો હતો. તે દરમિયાન અકસ્માતે પાણી ભરેલી કુંડીમાં પડી જતાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડૂબી જતાં મોત
મોરબી તાલુકાના ખારચીયા ગામની સીમમાં કૂવામાં ન્હાવા પડેલા 15 વર્ષીય સગીરનું કોઈ કારણોસર પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું.
અપમૃત્યુ અંગે મળતી વિગતો અનુસાર, ખારચીયા ગામે રહેતા વેદ નિલેશભાઈ બોપલીયા ઉવ.15 ગઈકાલ તા.15/08ના રોજ કૂવામાં ન્હાવા પડ્યા હતા. દરમિયાન પાણીમાં ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મરણ નોંધ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ