હળવદના માનગઢમાં જમીનમાંથી નિકળતી વરાળનું રહસ્ય ઉકેલાયું

વીજ થાંભલાના અર્થિંગ કનેક્શનમાં ખામીના કારણે શોર્ટસર્કિટ થવાથી નિકળી હતી વરાળ

છેલ્લા બે દિવસથી હળવદ તાલુકાના માનગઢ ગામમાં જમીનના પેટાળમાંથી, ઇલેક્ટ્રિક થાંભલા પાસે જે વરાળ રૂપે ગેસ નીકળી રહ્યો હતો, તેનું આખરે નિરાકરણ આવી ગયું છે.
ગ્રામજનોમાં ભય ફેલાયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા જીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ૠજઈં)ની ટીમ, જે ખાસ ગાંધીનગર થી આવી હતી, તેમજ ટેકનિકલ નિષ્ણાતો દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જમીનમાંથી કોઈ કુદરતી કે ઝેરી ગેસ નીકળતો ન હતો, પરંતુ પાસે આવેલા ઇલેક્ટ્રિક થાંભલાના અર્થિંગ કનેક્શનમાં ખામીને કારણે શોર્ટ સર્કિટ થતું હતું, જેના કારણે જમીનમાંથી વરાળ નીકળતી હતી.
નિષ્ણાત ટીમે સ્થળ પર જ અર્થિંગમાં સુધારો કરાવ્યો હતો અને બેન્ટોનાઇટ ક્લે અને કેમિકલ અર્થિંગનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. અર્થિંગ સુધારતા જ વરાળ નીકળવી તરત જ બંધ થઈ ગઈ હતી. અધિકારીઓએ ગ્રામજનોને અપીલ કરી છે કે આ કોઈ પર્યાવરણીય ખતરો કે ગેસ લીકેજ નથી, તેથી ગભરાવાની કોઈ જરૂર નથી.

રિલેટેડ ન્યૂઝ