એક યુવકનો મોડી રાત્રે, બીજા યુવકનો બપોરે મૃતદેહ મળતા અરેરાટી
મોરબીના જુના સાદુળકા નજીક મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા હતા.મોરબી ફાયર ટીમની ભારે.જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ શોધી કઢાયા હતા.
મોરબીના જુના સાદુળકા નજીક મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન ગોઝારી ઘટના બની હતી. નવી પીપળીના શાંતિનગર સોસાયટીના રહીશો ગણપતિ વિસર્જન માટે મચ્છુ નદી પાસે ગયા હતા. દરમિયાન સાંજે આશરે 7 વાગ્યાના અરસામાં ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. ઘટનામાં મૂળ મધ્યપ્રદેશના અને હાલ નવી પીપળી ખાતે રહેતા 25 વર્ષીય આકાશ માલિયાનો બચાવ થયો હતો.
મૂળ મહારાષ્ટ્રના અને હાલ નવી પીપળી ખાતે રહેતા 30 વર્ષીય આકાશ ગજાનંદભાઈ ખરાત પણ ડૂબતા યુવાનોને બચાવવા પાણીમાં પડ્યા બાદ સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા.જ્યારે 28 વર્ષીય સોહન કુલડિયા પાણીમાં ડૂબી જતાં લાપતા બન્યા હતા.ઉપરાંત ડૂબતા યુવાનોને બચાવવા પાણીમાં પડેલા 35 વર્ષીય વિલાસ સુભાષભાઈ ગાયકવાડ પણ લાપતા બન્યા હતા.ફાયર શાખાની રેસ્ક્યુ ટીમ દ્વારા લાંબી શોધખોળ હાથ ધરવામાં આવતા વિલાસ ગાયકવાડનો મૃતદેહ મોડી રાત્રે પાણીમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યો હતો. તેમજ સોહન કુલડિયા નામના યુવકનો મૃતદેહ બીજે દિવસે બપોરે મળી આવ્યો હતો.
