મોરબીમાં હાર્ડવેરના ચાર એકમો ઉપર એસજીએસટી વિભાગના દરોડા

નાણાંકીય વ્યવહારો અંગે તપાસ થતા વેપારી આલમમાં ફફડાટ

મોરબીમાં આજે SGST વિભાગની ટીમો દ્વારા સિરામિક હાર્ડવેરના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવતા વેપારી આલમમાં ચર્ચા અને ફફડાટ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, સવારથી જૠજઝ વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા મોરબીમાં કુલ 4 સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં હિમાલય હાર્ડવેર, એક્યુરેટ હાર્ડવેર, કલકતા હાર્ડવેર અને સરદાર હાર્ડવેરનો સમાવેશ થાય છે.ચારેય સ્થળોએ જૠજઝ વિભાગની ટીમો દ્વારા વેપારીઓના દસ્તાવેજો, હિસાબી ચોપડા તેમજ વ્યવહારોને લગતી વિગતોની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.જૠજઝ વિભાગ દ્વારા કયા કારણોસર તપાસ હાથ ધરવામાં આવી અને તપાસ દરમિયાન શું વિગતો સામે આવી તે અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી સામે આવી નથી.

રિલેટેડ ન્યૂઝ