થોડા દિવસો પહેલા મોરબી તાલુકાના હજનાળી ગામે જનતા રેડ દરમિયાન બે બુટલેગરોને ગ્રામજનોએ ઝડપી પાડ્યા હતા અને બાદમાં પોલીસ કાર્યવાહી કરાઈ હતી ત્યારે ફરીથી મોરબી તાલુકાના પીપળી ગામે ગ્રામજનોએ જનતા રેડ કરી બે બાઇકમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને પકડી પાડ્યા હોવાની માહિતી સામે આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામે દેશી દારૂના વેચાણ અને બુટલેગરોના ત્રાસથી કંટાળી અને ગ્રામજનોએ પોલીસની ફરજ નિભાવવી પડી હતી અને બે સ્કૂટર પર દેશી દારૂના કોથળા ભરીને લઈ જતા બે ઇસમોને ગ્રામજનોએ ઝડપી પાડ્યા હતા.બાદમાં ગ્રામજનો દ્વારા 112 ને જાણ કરવામાં આવી હતીં જેને કારણે બૂટલેગરોએ ગ્રામજનોને ચકમો આપી નાસી છૂટ્યા હતા .મોરબી તાલુકા પોલીસના સ્ટાફે સ્થળ પરથી બે એકટીવા અને કુલ 230 લીટર દેશી દારૂ મળી કુલ રૂપિયા 1.46 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે અને બંને એક્ટિવા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ દેશી દારૂનો જથ્થો મોકલનાર શાહરૂખ પઠાણ નામનો વ્યક્તિ છે જેનો પણ એફઆઈઆર વિગતોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે હાલ તો પોલીસે બે એકટીવા ચાલકની શોધખોળ શરૂ કરી છે.
