પોલીસે રૂ. 21.21 લાખનો મુદ્ામાલ ક્બજે કર્યો
મોરબી એલ.સી.બી. ટીમને મળેલી બાતમીના આધારે, રફાળેશ્વર જીઆઇડીસીમાં જીઓ ગ્રેસ પાછળ આવેલ ’મીલો ટાઇલ્સ-કાઉ્ન’ સીરામીકના જૂના બંધ કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો.આ બંધ કારખાનામાં કોલસાના ડેલામાંથી ઇમ્પોર્ટેડ પેટકોક (કોલસો) એક ટાટા ટ્રક (નં. છઉં-19-ૠઋ-0871) માં ભરીને ખાલી કરવામાં આવી રહ્યો હતો. પોલીસે સ્થળ પર જઈને આ બાબતે બિલ કે આધાર-પુરાવા માંગતા આરોપીઓ દ્વારા કોઈ જ સંતોષકારક પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા.પોલીસે ગેરકાયદેસર રીતે ચોરી કે છળકપટ પૂર્વક મેળવાયેલ હોવાની શંકાના આધારે ઇમ્પોર્ટેડ પેટકોક (કોલસો) 34550 કિ.ગ્રા.,કિંમત રૂ. 6,21,0ભ્ભ્/- તેમજ ટાટા ટ્રક કિંમત રૂ. 15,00,000/ સહિત કુલ રૂ. 21,21,000/- નો મુદામાલ ઇગજજની કલમ 105(1) મુજબ શક પડતી મિલકત તરીકે કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ મહેન્દ્ર બાબુલાલ મેઘવાલ (ઉ.વ. 38, રહે. નાડસર, તા. ભોપાલગઢ, જી. જોધપુર, રાજસ્થાન) અને સોનુકુમાર ઉમેશચંદ્ર વર્મા (ઉ.વ. 26, રહે. બબુરા થાના, કોહલીવડ, જી. આરા, બિહાર) નામના બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે.
