પોરબંદરના આર્યક્ધયા ગુરુકુલમાં વિદ્યાર્થીનીઓ વચ્ચે ગંભીર પ્રકારની આક્ષેપબાજી બાદ તપાસ હાથ ધરાઇ

રાત્રે ઉંઘમાં રહેલી તરૂણીના કપડા અન્ય બે વિદ્યાર્થીનીઓ કાઢી નાખતી હોવાનો અને બીભત્સ ચીઠ્ઠી લખતી હોવાનો કર્યો આક્ષેપ: વારંવાર વિદ્યાર્થીનીઓએ રજૂઆત કરી હોવા છતાં જવાબદારોએ ધ્યાન નહીં દીધું હોવાનો આક્ષેપ: ચાઇલ્ડ વેલફેર કમિટીએ પણ તપાસમાં ઝંપલાવ્યું: પોલીસ ફરીયાદ નોંધાવવા તજવીજ

પોરબંદર તા.23
પોરબંદરમાં સાડા સાત દાયકા કરતા પણ વધુ સમયથી વિદ્યાર્થીનીઓનું શૈક્ષણિક અને બૌધ્ધિક ઘડતર કરી રહેલ આર્યક્ધ્યા ગુરૂકુલ ખાતે રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ વચ્ચે સામસામી આક્ષેપબાજી થતા અને એક વિદ્યાર્થીનીના વાલી દ્વારા રોષપૂર્ણ રજૂઆત કરી હતી અને આ બનાવમાં ચાઈલ્ડ વેલફેર કમીટી સહિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં એવું બહાર આવ્યું છે કે એક તરૂણીને અન્ય બે વિદ્યાર્થીનીઓ રાત્રે નગ્ન કરીને શારીરીક છેડછાડ કરતી હોવાના આક્ષેપમાં તથ્ય ચકાસવામાં આવી રહ્યું છે અને સંસ્થાની ઘોર બેદરકારી હોવાનું કમીટીના સભ્યની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પ્રિન્સીપાલે પ્રેસ કોન્ફરન્સમાં આપી માહીતી
આર્યક્ધ્યા ગુરૂકુલના પ્રિન્સીપાલ ડો. રંજનાબેન મજીઠીયા તથા મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો. અનુપમ નાગર સહિત અમિતભાઇ ભટ્ટ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આપેલી માહિતી પ્રમાણે આર્યક્ધ્યા ગુરૂકુલમાં રહીને અભ્યાસ કરતી એક તરૂણીના વાલીનો રવિવારે તેમને તુંકારા સાથે બોલાવીને એવો ફોન આવ્યો હતો કે, ‘તાત્કાલીક સંસ્થા ખાતે પહોંચો. અમારે અત્યારે જ તમારું કામ છે’ આથી પ્રિન્સીપાલ ડો. રંજનાબેન ત્યાં પહોંચી ગયા હતા અને તેમના જણાવ્યું અનુસાર એ વિદ્યાર્થીનીના સ્વજન કે જેનું ગાર્ડીયન તરીકે પણ નામ છે એ ગાળો બોલીને ઉંચા અવાજે વાત કરતા હતા. આથી આવી રીતે વાત નહી કરવા અને પ્રશ્ર્ન શું છે? તે જણાવવા કહ્યું હતું. એ દરમીયાન તેણે હુમલાનો પણ પ્રિન્સીપાલ ઉપર પ્રયાસ કર્યો હોવાનું જણાવીને ડો. રંજનાબેન મજીઠીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, સિકયુરીટી ગાર્ડ વચ્ચે આવી ગયા હતા. આમ છતા તેના દ્વારા ઉગ્ર રીતે બોલાચાલી ચાલુ હતી. આથી તેમની સાથે આવેલા મહિલાને જણાવીને ઓફીસમાં વાતચીત કરવા અને જે પ્રશ્ર્ન છે તે જણાવવા કહ્યું હતું. ત્યારબાદ મહિલા તથા તરૂણી ઓફીસમાં આવ્યા ત્યારે તરૂણીએ એવું જણાવ્યું હતું કે અન્ય બે વિદ્યાર્થીનીઓ દ્વારા તેને હેરાન કરવામાં આવે અને પોતે ઉંઘમાં હોય ત્યારે એ બંન્ને દ્વારા મારા કપડા કાઢીને રાત્રે નગ્ન કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. એટલું નહી પરંતુ ગંદા શબ્દોમાં ચિઠ્ઠી પણ લખેલી હોવાનું તેણે જણાવ્યું હતું. આથી એ ચિઠ્ઠી કયાં છે? તેમ પુછતા તેના ઘરેથી વોટસએપ મારફતે એ ચિઠ્ઠી મંગાવવામાં આવી હતી જેમાં સેકસયુઅલ લખાણ હતું. પરંતુ એ ચિઠ્ઠી જેની સામે આક્ષેપ થયો એ જ વિદ્યાર્થીનીઓએ લખી છે કેમ? તે વિવાદ ઉભો થયો હતો અને તેના અક્ષરો મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પ્રિન્સીપાલ ડો.રંજનાબેન મજીઠીયાએ ઉમેર્યું હતું કે ત્યારબાદ એ વિદ્યાર્થીનીનું લીવીંગ સર્ટી કઢાવીને ફી પરત જોઈએ છે તેમ જણાવ્યું હતું. આથી લીવીંગ સર્ટી રવિવારે નીકળી શકે નહી. તેથી અન્ય તારીખનું એલ.સી. કાઢીને નામ કમી તેમના પરિવારજનોએ જ કરાવ્યું હતું અને ત્યાબાદ ફી અંગે પણ કમીટી નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું અને તટસ્થ તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
ચાઈલ્ડ વેલફેર કમીટીની તપાસ
ચાઈલ્ડ વેલફેર કમીટીના ચેરમેન અતુલભાઈ બાપોદરા બહાર હોવાથી સભ્ય ડો. ચેતનાબેન તિવારી ત્યાં દોડી ગયા હતા અને તેમણે આપેલી માહિતી પ્રમાણે, તેઓને ફરીયાદ મળ્યા પછી તાત્કાલીક ત્યાં ગયા હતા અને ભોગ બનનાર વિદ્યાર્થીનીએ અને અન્ય વિદ્યાર્થીનીઓએ પણ ગંભીર આક્ષેપ કર્યા હતા. જેમાં એવું જણાવ્યું હતું કે ભોગ બનનાર સગીરાને રાત્રે નગ્ન કરીને બીજી બે વિદ્યાર્થીનીઓ ખુબ હેરાન કરતી હતી. આ વિદ્યાર્થીનીએ એક મહીના પહેલાંજ પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ તેને શારીરીક રીતે અણછાજતું વર્તન કરીને ત્રાસ આપવામાં આવતો હતો. ડો. ચેતનાબેન તિવારીએ એમ પણ જણાવ્યું હતું કે આર્યક્ધયા ગુરૂકુલમાં વ્યવસ્થિત રીતે ધ્યાન દેવામાં આવતું નહી હોવાથી અને સંસ્થાના પ્રિન્સીપાલ ડો. રંજનાબેન મજીઠીયા પોતાનો પાંગળો બચાવ કરતા હોવાનું જણાયું હતું. કારણ કે તરૂણીઓ વારંવાર આ પ્રકારની ફરીયાદ લઇને જતી હોવા છતા તેમના દ્વારા કોઈ જ કાર્યવાહી થઇ નથી. ભુતકાળમાં બાળાશ્રમના ગૃહપતિના સૃષ્ટિ વિરુધ્ધના વિદ્યાર્થીઓ ઉપર કૃત્ય સમયે આંખ આડા કાન કરનારાઓ સામે પણ કાર્યવાહી થઇ હતી.
આ બનાવમાં પણ ભોગ બનનાર તરૂણી જો ફરીયાદ કરવા ઈચ્છે તો તેને અમારો પુરો સહકાર છે તેવી ખાતરી આપી હતી. એટલું જ નહી પરંતુ અન્ય વિદ્યાર્થીનીઓએ પણ જણાવ્યું હતું કે 6-6 મહિનાથી આ પ્રકારની હરકતો જે વિદ્યાર્થીની કરતી હતી તેની સામે કોઇ પણ પ્રકારના પગલા લેવાયા નથી. અને આ બનાવમાં ભોગ બનનારને ફરીયાદ નોંધાવવા માટે કે બીજી કોઈ પણ પ્રકારની મદદની જરૂર હશે તો અમે તેમની સાથે છીએ તેમ ઉમેર્યું હતું.
શહેરી ડી.વાય.એસ.પી.ને જાણ કરાતા પોલીસ પણ તપાસમાં ઝંપલાવશે
ચાઈલ્ડ વેલફેર કમીટીના સભ્ય ડો. ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે શહેરી ડી.વાય.એસ.પી. નિલમ ગોસ્વામીને તેમના દ્વારા આ બનાવની જાણ કરવામાં આવી છે અને જરૂર જણાય ત્યાં પોલીસ પણ બનાવની તપાસમાં ઝંપલાવશે અને સત્ય હકીકત બહાર લાવશે તેમ ઉમેર્યું હતું.
ચિઠ્ઠી લખનાર વિદ્યાર્થીનીએ કમિટિ સમક્ષ કરી કબૂલાત
પોરબંદરના આર્યક્ધયા ગુરૂકુલમાં તરૂણીને બિભત્સ ચીઠ્ઠી લખનાર વિદ્યાર્થીનીએ ચાઈલ્ડ વેલફેર કમીટી સમક્ષ કબુલાત કરી હતી તેમ જણાવીને ડો. ચેતનાબેન તિવારીએ વધુમાં ઉમેર્યું હતું કે, ડો. રંજના મજીઠીયા આ બનાવમાં અક્ષર અને ફ્રોમ તથા કોનું સંબોધન છે તે લખેલ નથી તેવો બચાવ કરી રહ્યા છે પરંતુ વાસ્તવમાં જેણે ચિઠ્ઠી લખી હતી એ વિદ્યાર્થીનીએ કબુલાત કરી લીધી છે અને તેના વાલીઓએ માફી પણ માંગી લીધી છે અને તેથી કયાંક ને કયાંય ગુરૂકુલનું તંત્ર જ આંખ આડા કાન કરીને ગોરખધંધાને પ્રોત્સાહન આપતું હોય તેવું જણાઈ રહ્યું છે. શૈક્ષણિક સંસ્થામાં આવું ચલાવી લેવાય નહી તેમ પણ જણાવ્યું હતું.
વારંવાર ફરીયાદો આવતી હોવા છતા જવાબદારોએ શા માટે આંખ આડા કાન કર્યા?
વિદ્યાર્થીનીઓની દ્વારા ચાઈલ્ડ વેલફેર કમીટી સમક્ષ તેવો પણ આક્ષેપ થયો હતો કે અમુક યુવાનો પણ અંદર અવરજવર કરતા હોય છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય તેવા દ્રશ્યો અંદર સર્જાય છે તેવું ડો. ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું. કારણ વગર કોઈ વાલી એટલી હદે ગુસ્સે થઇને ગાળાગાળી કરે નહી. તે સ્વાભાવિક છે તેમ જણાવીને તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે જેમની સામે આક્ષેપ થયા છે તે વિદ્યાર્થીનીઓ ટુથબ્રશમાં કોન્ડોમ પહેરાવીને અણછાજતી હરકતો કરતી હતી અને આટલી હદે વિદ્યાર્થીનીઓના મગજ ઉપર અને નજર સમક્ષ આવા દ્રશ્યો કુમળા માનસ ઉપર ગંભીર અસર કરી શકેતેમ હોવા છતા શા માટે જવાબદારોએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો નહી? તેવો સવાલ ડો. ચેતનાબેન તિવારીએ ઉઠાવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ