પોરબંદરમાં બાર લાખથી વધુના વિદેશી દારૂ અને સાડા ચાર લાખના દેશી દારૂ ઉપર ફરી વળ્યું રોડરોલર !

3851 દેશી દારૂની બોટલ અને 22414 લીટર દેશીદારૂનો દરિયાકાંઠે પોલીસે કર્યો નાશ: નશાબંધી ખાતાના અધિક્ષકની ઉપસ્થિતિમાં થઇ કાર્યવાહી

પોરબંદર તા.24
ગાંધીના ગુજરાતમાં ગાંધીના ગામમાં અને જિલ્લામાં મોટીમાત્રામાં દેશી-વિદેશી દારૂ પકડાતો હોય છે ત્યારે આ પ્રકારનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો બાર લાખથી વધુનો વિદેશી દારૂ અને સાડાચાર લાખના દેશી દારૂ ઉપર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. પોરબંદરના ઇન્દિરાનગર નજીકના દરિયાકિનારે શહેર અને જિલ્લામાથી પકડાયેલ સાડા સોળ લાખના દેશી-વિદેશી શરાબનો નાશ કરવામાં આવ્યો ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
ઇન્દિરાનગરના દરિયે દારૂનો નાશ
મયંકસિંહ ચાવડા પોલીસ મહાનિરીક્ષક, જૂનાગઢ રેન્જનાએ પોરબંદર જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે કબ્જે કરેલ મુદ્ામાલનો નિકાલ કરવા માટે સુચના કરેલ હોય, જે સુચના આધારે રવિ મોહન સૈની, પોલીસ અધિક્ષક પોરબંદરે, પોરબંદરશહેર ડિવીઝનના તમામ પોલીસ સ્ટેશનમાં અસરકારક કામગીરી કરી મુદ્ામાલ નિકાલ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નિલમ ગોસ્વામી, નાયબ પોલીસ અધિક્ષક, પોરબંદર શહેર વિભાગએ શહેર ડીવીઝનના કમલાબાગ, કીર્તિમંદિર, ઉદ્યોગનગર તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ મારફતે તથા ગ્રામ્ય વિસ્તારના જુદા જુદા પોલીસ સ્ટેશન જેવા કે રાણાવાવ, કુતિયાણા, માધવપુર, મિયાણી મરીન, નવીબંદર મરીન સહિતના દારૂના ગુન્હાના કામે કબ્જે કરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નાશ કરવા માટે લગત કોર્ટ ખાતેથી મંજૂરી મેળવવાની કાર્યવાહી કરાવડાવી હતી.સબ ડીવી.મેજી.પોરબંદર તથા અધિક્ષક નશાબંધી અને આબકારી વિભાગના ગોહિલની ઉપસ્થિતિમાં પોરબંદર તથા થાણા અધિકારી કમલાબાગ, કીર્તિમંદિર, ઉદ્યોગનગર તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનની કમીટી દ્વારા ઇન્દિરાનગર દરિયાકાંઠે કમલાબાગ, કીર્તિમંદિર, ઉદ્યોગનગર તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનની કમીટી દ્વારા ઇન્દિરાનગર દરીયાકાંઠે કમલાબાગ, કીર્તિમંદિર, ઉદ્યોગનગર તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનની ધારાઓ હેઠળ અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશીદારૂના મુદ્ામાલનો નાશ કરવામાં આવેલ છે.
શહેરી વિસ્તારમાં આઠ લાખ એકોતેર હજારથી વધુના દારૂનો નાશ
કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે કુલ 37 ગુન્હાઓની નાની મોટી બોટલ નંગ 809 મળી કુલ કિ.રૂા. 2,41,407, કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતેના કુલ-22 ગુન્હાઓની નાની-મોટી બોટલ નંગ-301 મળી કુલ કિં.રૂ. 1,09,005, હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતેના કુલ 6 ગુન્હાઓની નાની-મોટી બોટલ નંગ 306 મળી કુલ કિં. રૂા.98,620, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે કુલ-21 ગુન્હાઓની નાની મોટી બોટલ નંગ-774 મળી કુલ કિ. રૂા. 2,92,120નો મળી આ તમામ પોલીસ સ્ટેશનની કુલ 2190 બોટલ કે જેની કિંમત 5,41,452 થાય છે તેનો નાશ કર્યો હતો. તે ઉપરાંત શહેરમાંથી પકડાયેલ 15,822 લીટર દેશી દારૂ કે જેની કિંમત 3,16,450 થાય છે તેનો પણ નાશ કર્યો હતો.
ગ્રામ્યપંથકમાં આઠેક લાખના દારૂનો નાશ
ગ્રામ્ય પંથકના જુદા જુદા પોલીસ મથકો ખાતે પકડાયેલ 1661 બોટલ વિદેશી દારૂ જેની કિંમત 6,68,375 થાય છે તથા 6592 લીટર દેશી દારૂ જેની કિંમત 1,31,840 થાય છે તેનો નાશ કરવામાં આવ્યો હતો.
કુલ નાશ
પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકના મળી ને કુલ દેશી દારૂના નાશની વિગત જોઇએ તો શહેર અને ગ્રામ્યપંથકની મળી 3851 બોટલ વિદેશી દારૂ કે જેની કિંમત 12,09,827 થાય છે તથા 22,414 લીટર દેશી દારૂ કે જેની કિંમત 4,48,290 થાય છે તેનો નાશ કર્યો હતો. આ તમામ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે દરિયા કિનારે થઇ હતી.

રિલેટેડ ન્યૂઝ