પોરબંદરની મલ્ટી ટેલેન્ટેડ યુવતીનું વધુ એક આલ્બમ થશે રીલીઝ

એકટર, ડિરેકટર, સિંગર યુવતીના દિલમાં જગાવી પ્રેમની જયોતિ આલ્બમ જમાવશે આકર્ષણ

પોરબંદરના સિંગર હેતલ થાનકીનું નવું આલ્બમ સોંગ દિલમાં જગાવી પ્રેમની જયોતિ પંદર એપ્રિલના રીલીઝ થશે તેની તસ્વીર.
(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)

પોરબંદરની મલ્ટી ટેલેન્ટેડ યુવતીનું એકટર,ડિરેકટર,સિંગર યુવતીના દિલમાં જગાવી પ્રેમની જયોતિ આલ્બમ તા.15/4 ના રીલીઝ થશે.
પોરબંદરની મલ્ટી ટેલેન્ટેડ યુવતી હેતલ થાનકીનું આલ્બમ સોંગમાં મહત્વનું યોગદાન રહ્યું છે.ત્યારે તેનું નવું ગુજરાતી આલ્બમ સોંગ દિલમાં જગાવી પ્રેમની જયોતિ તા.15/4 ના રીલીઝ થઇ રહ્યું છે.જેમાં હેતલ થાનકી સિંગર અને ડીરેક્ટર તરીકેની ભૂમિકા ભજવે છે તો પ્રોડ્યુસર મેઘના મ્યુઝીકના મનીષભાઈ રબારી છે.કાસ્ટિંગ પોરબંદરના જાણીતા ગરબા આર્ટીસ્ટ હરેશ મઢવી અને વિશ્રુતી મઢવી છે.લીરીક્સ અને કમ્પોઝ ગનુ ભરવાડ જ્યારે મ્યુઝીક અમદાવાદના રાહુલ રાવલે આપ્યું છે.
બી.આર.પ્રોડક્શનના આલ્બમમાં મેકઅપ મેન તરીકે આશિષ શિયાળે ભુમિકા ભજવી છે ત્યારે તેમનું આ આલ્બમ પણ આકર્ષણનું કેન્દ્રબિંદુ બને તેવું જણાઇ રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ