કુછડીથી સગીરાનું અપહરણ કરનાર રાજસ્થાનથી ઝડપાયો

અજમેર ખાતે મોબાઈલમાં નવા સીમકાર્ડને એક્ટીવેટ કર્યાની પોલીસે ટેકનીકલ સોર્સથી મેળવી જાણકારી: હાઈવે પરની હોટલ ખાતે જઈને ટીમે બન્નેને શોધી કાઢ્યા બાદ પોણા અઢાર વર્ષની તરૂણીની થઇ મેડીકલ તપાસ

પોરબંદરથી સગીરાનું અપહરણ કરનાર કુછડીના યુવાનને પોલીસે સગીરા સાથે જ રાજસ્થાનના હાઈવે પરની હોટલમાંથી શોધી કાઢ્યા છે.
જુનાગઢ રેન્જના,નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લાના ગુમ/અપહરણ થયેલ બાળકો / સ્ત્રીઓને શોધી કાઢવા માટે વખતો વખત સુચના કરેલ જે સુચના અન્વયે પોરબંદર શહેર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સાહીત્યા વી. ના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ હાર્બર મરીન પોલીસમાં આઇ.પી.સી. કલમ-363,366 વિ મુજબના કામના ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી ફરીયાદીની સગીર વયની દિકરી ઉંમર 17 વર્ષ 8 માસ અને 27 દિવસ વાળીને ગઇ તા.28.2.2024ના રોજ આ કામનો આરોપી મુળ મોખાણા તથા હાલ કુછડી રહેતો રામા મુરૂભાઇ હુંણ (ઉ.વ.25) પ્રેમજાળમાં ફસાવી, લલચાવી ફોસલાવી, બદકામ કરવાના ઇરાદાથી, લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયેલ હોય જેથી આ કામની તપાસ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.ડી. સાળુંકે એ જાતેથી સંભાળી હાર્બર મરીન પોલીસ સ્ટેશનના તાબાના માણસો સાથે આ કામના આરોપી તથા ભોગ બનનાર કિશોરીને શોધવા પ્રયત્નશીલ હતા દરમ્યાન હ્યુમન રીસોર્સની મદદથી એ.એસ.આઇ. બી.ડી.વાઘેલાનાઓને હકીકત મળેલ કે આ કામનો આરોપી હાલમાં તેના નવા સીમકાર્ડનો ઉપયોગ કરતો હોય જે મોબાઇલ નંબરનું ટેકનીકલ સપોર્ટથી લોકેશન મેળવતા આ કામેનો આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાન રાજયના અજમેર જીલ્લામાં રહેતો હોવાનું જણાઇ આવતા પોલીસ ઇન્સપેકટર એસ.ડી. સાળુંકેનાઓ ઉપરી અધિકારીઓની સુચના અને માર્ગદર્શન મુજબ કિર્તીમંદીર પોલીસ સ્ટેશનના
પોલીસ સબ ઇન્સ્પેકટર જે.એસ. હુંબલનાઓ તથા એ.એસ.આઇ. બી.ડી.વાઘેલાને રાજસ્થાન જીલ્લા અજમેર ખાતે તપાસના કામે જવા મંજુરી મેળવી રવાના કર્યા હતા અને આ કામના આરોપી તથા ભોગ બનનાર કિશોરીને રાજસ્થાન રાજયના અજમેર જીલ્લાના સરધનાગામ પાસે હાઇવે પર આવેલ હોટલ ખાતેથી યુકિતપુર્વક શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
આ કામગીરીમાં પી.આઈ.એસ. ડી.સાળુંકે હાર્બર મરીન પોલીસ સ્ટેશન પી.એસ.આઈ. જે.એસ.હુંબલ કિર્તીમંદીર પોલીસ સ્ટેશન એ.એસ.આઈ. બી.ડી.વાઘેલા હાર્બર મરીન પોલીસ સ્ટેશન એ.એસ.આઈ. આર.એફ. ચૌધરી હાર્બર મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર. કે. રાઠોડ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ડ્રાઈવર કમ હેડ કોન્સ્ટેબલ રામદેભાઇ ભીમાભાઇ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના વુમન પોલીસ કોન્સ્ટેબલ કિરણબેન બાલુભાઇ જોડાયા હતા.

રિલેટેડ ન્યૂઝ