બે માથાભારે શખ્સો તથા જુગારનો અડ્ડો ચલાવનારને પાસાના પીંજરે પુરી દેવાયા

લોકલ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ સુરત અને વડોદરાની જેલમાં ધકેલી દીધા: મારામારી તથા જુગારધારાના નોંધાયા હતા ગુન્હા

પોરબંદરના ત્રણ ઇસમોને પાસા તળે અમદાવાદ વડોદરા અને સુરતની જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક બીયુ.જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાંથી આવારાતત્વો તથા જુગારનો અડો ચલાવનાર ઇસમો વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના આપી છે.જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વિ. પોરબંદર શહેર તથા નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ પોરબંદર ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ 324, 504, 506(2),114 તથા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી.કલમ. 324, 323, 504, 506(2), 114 મુજબના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ રાણાવડવાળાનો દિલીપ ભરતભાઇ ઓડેદરા, (ઉ.વ.33), રાણાવડવાળાનો રમેશ ઉર્ફે કિશન વેજાભાઇ ઓડેદરા, (ઉ.વ.40), વિરૂધ્ધમાં રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એલ.આહિરએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ કે.ડી.લાખાણી દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ અનુક્રમે અમદાવાદ તથા સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. આર.કે.કાંબરીયાએ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ તથા સુરત જેલ ખાતે મોકલી આપેલ છે.
તેમજ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જુ.ધા.ક.4.5 મુજબના ગુન્હામાં સંડોવાયેલ આરોપી પોરબંદરના ખાખચોક વિસ્તારમાં આવેલા ખાખેશ્ર્વર મહાદેવ મંદિર પાસે રહેતો ભરત કાંતિલાલ નિમાવત (ઉ.વ.45), ના વિરૂધ્ધમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.પી.પરમારે પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ કે.ડી. લાખાણી દ્રારા આ સામાવાળાને પાસા હેઠળ વડોદરા જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયાએ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી વડોદરા જેલ ખાતે મોકલી આપેલ છે.
આ કામગીરીમાં પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.પી.પરમાર, તથા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયા તથા રાણાવાવ પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એલ.આહિર તથા વુમન એ.એસ.આઈ. રૂપલબેન લખધીર તથા હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ ઝાલા, મુકેશભાઇ માવદીયા, તથા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પરમાર, જીતુભાઈ દાસા તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ તમખાને તથા પોલીસ કોન્સ્ટેબલ અરવીંદભાઇ ખરા, રાણાવાવ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એસ.આર. ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ રણજીતભાઇ ડાંગર રોકાયેલ હતા.

રિલેટેડ ન્યૂઝ