પોરબંદરમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા ચેટીચંડની થઇ ઉજવણી

પરમ પૂજ્ય શ્રી ઝુલેલાલ ભગવાનની જન્મજયંતી નિમિત્તે યોજાયા અનેકવિધ કાર્યક્રમો: સિંધુભવન ખાતે વિશાળ સંખ્યામાં સિંધી પરિવારોએ લીધી સમૂહમાં મહાપ્રસાદી

પોરબંદરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંડની ઉજવણી થઇ હતી જેમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતાં.
સિંધી જનરલ પંચાયતના અધ્યક્ષ રાજુભાઇ ચીમનાણી તથા પ્રમુખ રવિભાઇ નેભનાણી સહિત આગેવાનોએ જણાવ્યુ છે કે સમસ્ત પોરબંદર સિંધી સમાજના ધાર્મિકજનો, પૂજ્ય ઇસ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાનની જન્મ જયંતિ ઉત્સવનું નવા વર્ષનું આયોજન પોરબંદર સમસ્ત સિંધી સમાજ દ્વારા ધામધુમથી ઉજવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમોમાં ઝુલેલાલ ભગવાનનો જલાભિષેક ઝુલેલાલ મંદિર, લક્ષ્મીનગર ખાતે યોજાયા હતા અખા પલ્લવ તથા આરતી અને પંજડા આરતી ઝુલેલાલ મંદિર લક્ષ્મીનગર ખાતે થઇ હતી ભહેરાણા સાહેબ ઝુલેલાલ મંદિર, લક્ષ્મીનગર ખાતે, ધ્વજારોહણ ઝુલેલાલ મંદિર ખાતે, ધ્વજારોહણ ભજન-કથા ઝુલેલાલ મંદિર સિંધુભવન ખાતે, ભહેરાણા સાહેબ ધી ઝુલેલાલ મંદિર સિંધુભવન ખાતે, સંત ખાનુરામ સાહેબ થલ્લીના ગાદીપતિ સાંઇ મુલણશાહ તરફથી આયોજન કરવામાં આવ્યુ હતુ
શોભાયાત્રા પ્લાઝા ટોકીઝ, સિંધીલાઇન થી નાનો ફૂવારો, સુરૂચી હોસ્પિટલથી મોટો ફુવારો, ધામેચા હોસ્પિટલ, કૈલાશ ગેરેજ ઝુરીબાગથી કનકાઇ મંદિર થઇ ચોપાટીએ લોર્ડસ હોટલ સામે જ્યોત પરવાન કરવામાં આવી હતી
આ પ્રસંગે મહાપ્રસાદ, ભંડારો(લંગર પ્રસાદ) ધુંવાળાબંધ અને સિંધુભવન ખાતે યોજાઇ હતી સમસ્ત સિંધી સમાજને પોતપોતાના ધંધા રોજગાર આખો દિવસ બંધ રાખી કાર્યક્રમને હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
પૂજ્ય સિંધી જનરલ પંચાયત પોરબંદરના અધ્યક્ષ રાજુભાઇ ચીમનાણી, પ્રમુખ રવિભાઇ નેભનાણી, ઉપપ્રમુખ ભીખુભાઇ ભાવનાણી, સેક્રેટરી અનીલભાઇ શિરવાણી, જોઇન્ટ સેક્રેટરી જીતુભાઇ દરેડી તથા ખજાનચી દિલીપભાઇ ધનસાણ સહીત ટીમ દ્વારા થયેલા આ આયોજનમાં આ સમગ્ર કાર્યક્રમમાં સમસ્ત સિંધી સમાજના ભાઇઓ તથા બહેનોએ હાજરી આપી હતી.

રિલેટેડ ન્યૂઝ