પોરબંદરમાં બિમારીઓથી કંટાળી યુવાને ઝેરી દવા પી જિંદગી ટુંકાવી

ડાયાબિટીસ તથા ટી.બી.ની બિમારીને લીધે કર્યું હતું વિષપાન

પોરબંદરમાં બિમારીઓથી કંટાળીને યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા ભારે અરેરાટી ફેલાઈ છે.
પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટમાં રહેતા મનોજ વિરાણી નામના આધેડે કીર્તિમંદિર પોલીસ મથકમાં એવું જાહેર કર્યું છે કે,ધર્મેશભાઈ દિનેશભાઈ વિરાણી (ઉ.વ.24) લાંબા સમયથી ડાયાબિટીસ તથા ટીબીની બીમારીથી પીડાતો હતો આથી બીમારીઓથી કંટાળીને ધર્મેશે ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે આગળની તપાસ કીર્તિ મંદિર પોલીસ ચલાવે છે.

રિલેટેડ ન્યૂઝ