ઈશ્ર્વરીયા ગામે વરલી મટકાનો જુગાર રમાડતો યુવાન ઝડપાયો

સમી સાંજે બોલપેન, ચિઠ્ઠી, રોકડ અને વરલીના સાહિત્ય સાથે મળી આવતા પોલીસે કરી ધરપકડ

પોરબંદર નજીકના ઈશ્ર્વરીયા ગામે સમી સાંજે વરલી મટકાનો જુગાર રમાડતા યુવાનની ધરપકડ થઈ છે. કુતિયાણાના ઈશ્ર્વરીયા ગામે રહેતો ગોપાલ સોમાભાઈ વિંઝુડા નામનો 35 વર્ષનો યુવાન સાંજે 6:00 વાગ્યે તેના ઘરની બહાર જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહ્યો હતો.ત્યારે પોલીસે દરોડો પાડી એક ચિઠ્ઠી, એક બોલપેન વગેરે જુગારના સાહિત્ય ઉપરાંત 2170 ની રોકડ સાથે ગોપાલની ધરપકડ કરી છે.

રિલેટેડ ન્યૂઝ