પોરબંદરમાં સરકારી નોકરીના ફોર્મ ઓનલાઈન ભરવાની કામગીરી શરૂ

ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થયું આયોજન

પોરબંદરમાં સરકારી નોકરીના ફોર્મ ઓનલાઈન ભરવાની કામગીરી ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે શરૂ થઇ છે.યુવક-યુવતીઓને તેનો લાભ લેવા જણાવાયું છે.
પોરબંદર શહેર અને જીલ્લાના યુવા ભાઈ-બહેનો માટે સરકારી નોકરીના ફોર્મ તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના ફોર્મ ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યાલય ધ્રુવ આર્કેડ પ્રકાશ પાનવાળી ગલીમાં ભરવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 12000 થી વધુ જગ્યાઓ ઉપર પોલીસ વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે જેના ઓનલાઈન ફોર્મ સંસ્થાના કાર્યાલય ખાતેથી ભરી આપવામાં આવશે.ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના ફોર્મ પણ કાર્યાલય ખાતેથી ભરી આપવામાં આવશે.વધુ માહિતી માટે મો.નં.6351284868 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ