પોરબંદરમાં પાંઉભાજીના ધંધાર્થીએ દુકાનમાં ખાધો ગળાફાંસો

એમ.ઇ.એમ. સ્કુલ સામે બન્યો બનાવ

પોરબંદરની એમ.ઇ.એમ.સ્કુલ સામે પાંઉભાજીના ધંધાર્થીએ તેની દુકાનમાં જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ભારે અરેરાટી ફેલાઈ છે.
બનાવવાની વિગત એવી છે કે,છાંયાના ગીતાનગરમાં રહેતા કપિલ શામજી જોશી નામના 38 વર્ષના યુવાને એમ.ઈ.એમ સ્કુલ સામે આવેલી તેની શિવશક્તિ પાંઉભાજી નામની દુકાને ગળાફાંસો ખાઈ લીધો હતો.તા.9/4 ના સાડા ત્રણેક વાગ્યે પોતાના ઘરેથી નીકળીને દુકાને ધંધો કરવા માટે ગયો હતો અને ત્યારબાદ કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે દુકાનમાં પંખા સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા વાહનોથી સતત ધમધમતા આ મુખ્ય રસ્તા ઉપર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.પોલીસ અને ઈમરજન્સી સેવા 108ને જાણ કરવામાં આવી હતી અને 108ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા કપિલ જોશી મૃત્યુ પામ્યો હોવાનું બહાર આવ્યું હતું આથી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. પાઉંભાજીના આ ધંધાર્થીએ કયા કારણોસર ગળાફાંસો ખાધો? તે અંગેની આગળની તપાસ પી.એસ.આઇ. વી.ડી.વાઘેલા ચલાવે છે.

રિલેટેડ ન્યૂઝ