પોરબંદરમાં ઇદુલ ફીત્રની ઉમંગ ઉત્સાહ સાથે સુન્ની મુસ્લિમ સમાજે કરી ઉજવણી

નવયુગ વિદ્યાલય પાસે ઇદગાહ ખાતે વિશેષ નમાજનુ થયુ આયોજન: ઇદગાહ ખાતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ એકબીજાને ઇદની પાઠવી મુબારકબાદી

પોરબંદર ખાતે સુન્ની મુસ્લિમ સમાજે રમઝાન માસના ત્રીસ રોજા પૂર્ણ કર્યા પછી આજે રમઝાન ઈદ એટલે કે ઈદુલ ફિત્ર ની આનંદ, ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરેલ આજે સવારે શહેરની અનેક મસ્જિદોમાં ફઝર ની નમાઝ પછી દુઆ, સલામ પઢવામાં આવેલ હતી.
ત્યારબાદ ઈદની વિશેષ નમાઝ પઢવામાં આવેલ શહેરની મધ્યમાં આવેલી ઇદગાહ ખાતે સવારે 10 વાગ્યે ઇદની વિશેષ નમાજ સૈયદ સઆદતલી બાપુ એ પઢાવેલ ત્યારબાદ દુઆ, સલામ પઢવામાં આવેલ અને ત્યારપછી સુન્ની મુસ્લિમ બિરાદરોએ ઈદુલ ફિત્રના મુબારક, અફઝલ પર્વ નિમિત્તે એકબીજાને ઇદની મુબારકબાદીની આપ-લે કરેલ આ વખતે ઈદગાહ ખાતે ઈદ મિલનનો કાર્યક્રમ અનિવાર્ય સંજોગોને કારણે રાખવામાં આવ્યો ન હતો આથી હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ એકબીજાને રૂબરૂ મળીને અથવા મોબાઈલના માધ્યમથી શુભેચ્છા પાઠવેલ ઈદગાહ ખાતે ઇદની વિશેષ નમાઝનું આયોજન સુન્ની અંજુમને ઇસ્લામ વહીવટદાર હાજી શબ્બીરભાઈ હામદાણી, મેમણ જમાતના પ્રમુખ હાજી યુસુફભાઈ નુરી, હાજી ઇબ્રાહીમભાઇ સંઘાર, આરીફભાઈ ડી. સુર્યા, ફિરોઝ ખાન પઠાણ (ગુડ્ડુભાઈ), હાસમ ભાઈ લાંગા, યુનુસખાન પઠાણ, દિલાવર જોખીયા, રફિકભાઈ રાવડા સહિત સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.

રિલેટેડ ન્યૂઝ