રાણાવાવ કુતિયાણાના યુવા ધારાસભ્ય કાંધલ જાડેજાએ ધાર્મિક કાર્યક્રમમાં આપી હાજરી

રાણાવાવ-કુતિયાણાના યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા તેમના મત વિસ્તારમાં મોટાભાગના ધાર્મિક કાર્યક્રમોમાં ખાસ અચુક હાજરી આપે છે અને પોતાની ધાર્મિકતાની ભક્તિ સિદ્ધ કરે છે.નવરાત્રી મહોત્સવ હોય કે ધાર્મિક સપ્તાહ હોય શ્રીમદ ભાગવત કથા હોય કે રામદેવપીરના મંડપ કે અન્ય કોઈ કાર્યક્રમ છે.તેઓ આયોજકો અને ગ્રામજનોની લોક લાગણીને માન આપીને અચુકપણે કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે અને પુજન અર્ચન અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે ત્યારે માધવપુર નજીકના ગોરસર ગામે આવેલ મામા પાગલ આશ્રમના વણધા ભગત તથા તથા ગોરસર-મોચા ગામ સમસ્ત દ્વારા શ્રી રામદેવજી મહારાજ ભક્તિ માનસ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવતા તેમાં પણ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ ખાસ હાજરી આપી હતી તથા ધાર્મિક કાર્યક્રમમાં પુજન અર્ચન કરીને રામાપીરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.તથા વર્ષોથી મામા પાગલ આશ્રમ ખાતે પાગલોને સાચવતા વણઘા ભગત સાથે ગોષ્ઠિ પણ કરી હતી. (તસ્વીર: જીજ્ઞેશ પોપટ)

રિલેટેડ ન્યૂઝ