પોરબંદરની ચોપાટી પર રેતશિલ્પ દ્વારા મતદાન જાગૃતિનો એરિયલ વ્યુ

પોરબંદર લોકસભાની સામાન્ય ચુંટણી અને વિધાનસભાની પેટા ચુંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.ત્યારે પોરબંદરના મુખ્ય જિલ્લા ચુંટણી અધિકારી કમ જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ ચોપાટી પર મતદાન જાગૃતિ માટે જાણીતા રેતશિલ્પકાર નથુભાઈ ગરચર દ્વારા સુંદર મજાના બે રેતશિલ્પ તૈયાર કરવામાં આવ્યા છે તેની સાથો સાથ સેલ્ફી પોઇન્ટ પણ મુકવામાં આવ્યો છે.તેથી વિશાળ સંખ્યામાં પોરબંદરવાસીઓ આ રેતશિલ્પ નિહાળવા માટે ઉમટી પડ્યા હતા.પોરબંદરની લોકસભા અને વિધાનસભાની સીટ ઉપર પ્રમાણમાં ઓછું મતદાન થાય છે.ત્યારે આ વખતે ચુંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તેવી અપીલ વહીવટી તંત્ર કરી રહ્યું છે. શહેરીજનોને અપીલ થઈ છે કે,પોરબંદરની ચોપાટીના એરિયલ વ્યુના આ દ્રશ્યો જોઈને તમે પણ અચુક મતદાન કરજો.આવો આપણે સહુ લોકશાહીના મહાપર્વને સાથે મળીને ઉજવીએ તેની તસ્વીર. (તસ્વીર: જીજ્ઞેશ પોપટ)

રિલેટેડ ન્યૂઝ