પોરબંદરમાં રમજાન માસ નિમિત્તે વિધવાઓને અપાઇ વિવિધ પ્રકારની સહાય

સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા દિવ્યાંગ સહાય, વૃદ્ધ સહાય યોજના અંતર્ગત મળ્યો અસંખ્ય લોકોને લાભ

પોરબંદરમાં રમજાન માસ નિમિત્તે વિધવાઓને અપાય વિવિધ પ્રકારની સહાય આપવામાં આવી હતી.તેની તસ્વીર. (તસ્વીર: જીજ્ઞેશ પોપટ)

પોરબંદરમાં રમજાન માસ નિમિત્તે વિધવાઓને અપાય વિવિધ પ્રકારની સહાય આપવામાં આવી હતી.
ગુજરાત સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા રમજાન માસ નિમિત્તે સંસ્થાની વિધવા સહાય યોજના,દિવ્યાંગ સહાય યોજના,અને વૃધ્ધા સહાય યોજના,અંતર્ગત પોરબંદર સહિત ગુજરાતભરની સિપાઇ સમાજની 284 વિધવા બહેનોના તથા દિવ્યાંગ લોકોને રૂ.1500 ની સહાય આપવામાં આવી હતી.અત્યાર સુધીમાં કુલ 12,84,500 થી વધુની રકમનું ચુકવણું કરવામાં આવ્યુ છે.
નાણાકીય વર્ષ 2023-24 માં તા.1.11.2023 ના રોજ 281 વિધવા બહેનો અને દિવ્યાંગ લોકોનાં ખાતામાં 786 રૂપિયા જમા કરાવ્યા બાદ ફરી વખત 284 લોકો જેમાં 262 વિધવા બહેનો, 21 દિવ્યાંગ લોકો અને 1 વૃધ્ધ ટોટલ 284નો સમાવેશ થાય જેમા સંસ્થા દ્વારા બહેનોના બેંક એકાઉન્ટ ખાતામાં રૂ.1500 ની સહાય જમા કરાવવામા આવેલ છે.
ગુજરાત સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા વિધવા સહાયની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં પ્રત્યેક કુલ 12,84,500 થી વધુ રકમ વિધવા બહેનો,દિવ્યાંગ લોકો અને વૃધ્ધા લોકોના બેંક એકાઉન્ટમાં અલગ-અલગ તબ્બકે સહાયરૂપે ચુકવવામાં આવેલ છે.
સિપાઈ સમાજ ટ્રસ્ટના આગેવાનોએ કરેલા વાયદા મુજબ રમજાન શરીફ પહેલા વર્ષ 2023-24 ની ઝકાત ઈસ્લામના કાયદા મુજબ વિધવા બહેનો, દિવ્યાંગ લોકો અને વૃધ્ધા લોકોને આપી ઝકાતની અદાયગી કરી દિઘી છે.આમ સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માં પ્રત્યેક ના ખાતામાં 786+1500=2286 રૂપિયા જમા કરાવવામાં આવેલ છે.
સમાજના સખીદાતાઓ તરફથી વિધવા સહાય આપવી હોય તે હજી પણ સંસ્થાના ખાતામાં અથવા ટ્રસ્ટના કાર્યકરોને ફંડ આપી શકે છે.આપના દ્વારા સિપાઈ સમાજ ટ્રસ્ટમાં આપેલ ફંડ ઈન્કમટેક્સની કલમ 80 જી હેઠળ કરમુક્ત છે.સિપાઈ સમાજ ટ્રસ્ટ-ગુજરાતને ફંડ આપવા ઈચ્છતા લોકોએ સંસ્થાનાં પ્રમુખ અથવા કારોબારી મેમ્બરોનો સંપર્ક કરવો. અથવા ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવી ટ્રસ્ટનાં પ્રમુખ ડો. અવેશભાઈને મો.નં.9824243218 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.તેમજ વિઘવા સહાય બાબતમાં કોઈપણ માહિતી જોઈતી હોય તો આપ સંસ્થાના કોઈ પણ કારોબારી સભ્યો અથવા સંસ્થાના પ્રમુખનો સંપર્ક કરી શકો છો.તેવી યાદી સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ ડો.અવેશ એ.ચૌહાણ સહમંત્રી ઇસ્માઇલખાન શેરવાની દ્વારા પાઠવવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ