બાળકની બુદ્ધિશક્તિ પ્રમાણે શિક્ષક જ્ઞાન આપે તો ગુણવત્તા આપોઆપ સુધરશે

પોરબંદર તા.27
પોરબંદરની ડો. વી. આર. ગોઢાણીયા બી.એડ્. કોલેજમાં શિક્ષકની વ્યવસાયીક સજજતા વિષયક સેમીનાર યોજાયો હતો.
ગોખણ વિદ્યાના કારણે વિદ્યાર્થી પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવામાં અસમર્થ નીવડે છે. જીવનમાં સફળતા માટે જ્ઞાન સાથે આવડતની પણ જરૂર પડે છે. ગોખણપટ્ટીના કારણે વિદ્યાર્થીઓની સર્જનાત્મક વિચારવા ની શક્તિ વિકાસ પામતી નથી અને જે થોડી ઘણી કુદરતી સર્જનાત્મકતા હોય છે તેને કુંઠિત કરી નાખવામાં આવે છે. આજે માનવજાતનો વિકાસ થયો છે તે તેની સર્જનાત્મક વિચારશક્તિને કારણે જ થયો છે. તેમ દેવભૂમિ દ્વારકા-પોરબંદરના જિલ્લા શિક્ષણાધિકારી એચ.આર. ચાવડા એ પોરબંદરની ડો. ગોઢાણીયા બી.એડ્. કોલેજ ખાતે યોજાયેલા શિક્ષકની વ્યવસાયિક સજજતા સેમિનારમાં ઉદબોધન કરતા જણાવ્યું હતું.
શિક્ષણ, સંસ્કાર અને શિસ્ત નું શિક્ષકોનું ઘડતર કરતી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો.વી.આર. ગોઢાણીયા બી.એડ્. કોલેજના કોન્ફરન્સ હોલ ખાતે શિક્ષકની વ્યવસાયિક સજજતા અંગે યોજાયેલા સેમીનારમાં ઉપસ્થિત રહેલા રાણાવાવની પાદરડી ગામના નિવાસી અને આ જિલ્લાના વતની એવા ડી.ઇ.ઓ. એચ.આર. ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, અન્ય વ્યવસાય કરતા શિક્ષકનો વ્યવસાય શ્રેષ્ઠ છે તેની સાથોસાથ દેશના નાગરીકના ઘડતરની જવાબદારી પણ તેમના શિરે છે ત્યારે બાળકોના વ્યકિતગત ક્ષમતા સમજી દરેક બાળકની બુદ્ધિ અને શક્તિ પ્રમાણે જ્ઞાન આપવાનો શિક્ષકે પ્રયાસ કરવો જોઇએ. ઇમાદારી સાથે આપણે ફરજ બજાવશું તો શિક્ષણની ગુણવત્તા આપોઆપ આવશે તેવી અભિલાષા સેવી હતી.
પ્રારંભમાં બી.એડ્. કોલેજના પ્રાચાર્યા ડો. હીનાબેન ઓડેદરા એ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, બી.એડ્.ના અભ્યાસક્રમની સાથોસાથ પ્રાથમિકથી લઇને માધ્યમિ શાળાના શિક્ષક તરીકેની નોકરી મેળવવા ટાટ, ટેટ:, એચટાટની પરીક્ષાઓની તાલીમ પણ આપવામાં આવે છે.
આ પ્રસંગે ડો.વી.આર.ગોઢાણીયા બી.એડ્. કોલેજના ડાયરેકટર અને જાણીતા કેળવણીકાર ડો. ઇશ્ર્વરભાઇ ભરડાએ જણાવ્યું હતું કે, શિક્ષકનું કામ માત્ર પાઠયપુસ્તક આધારીત અભ્યાસક્રમ શીખવાનું નથી પરંતુ વિદ્યફાર્થીઓમાં પ્રેમ અને કરૂણાના ભાવ જગાડવાનું છે તેમણે વિદ્યાર્થીઓને માત્ર ડીગ્રી પ્રાપ્ત કરવા નહીં પરંતુ શ્રેષ્ઠ શિક્ષક બનવા અનુરોધ કર્યો હતો.
સેમિનારના અંતે ચર્ચા-પ્રશ્ર્નોતરી યોજાઇ હતી જેમાં સ્કીલ બેઇઝ લર્નિંગ, સ્પર્ધાત્મક પરીક્ષા, શિક્ષણના નૂતનક ાયદાઓ પરના વિદ્યાર્થીઓએ પ્રશ્ર્નો પુછયા હતા. જેનો તજજ્ઞ દ્વારા સંતોષકારક ઉત્તરો મળતા સેમિનાર સફળ થયાનો સંતોષ થયો હતો.

રિલેટેડ ન્યૂઝ