ઓસ્ટ્રેલીયામાં વન્યજીવો આગમાં ભડથું થઇ જતાં પોરબંદરમાં યોજાઇ પ્રાર્થનાસભા

હાલમાં બનેલી ઓસ્ટ્રેલીયાની હૃદયકંપાવનારી ઘટનામાં અસંખ્ય જીવ જીવતા હોમાઇ ગયા, ઓસ્ટ્રેલીયામાં દાનવળની ઘટનામાં મૃત્યુ પામેલા અબોલ અસંખ્ય પશુ-પક્ષીઓની આત્માને શાંતિ માટે કીડઝી પ્રિ સ્કુલ ખાતે નાના ભુલકાઓ અને શિક્ષકોએ પ્રાર્થના કરી હતી. આ પ્રાર્થના દ્વારા સ્કુલના બાળકોને પ્રકૃતિનું જતન કરવા માટે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. વધુમાં સ્કુલના પ્રિન્સીપાલ વિક્રાંતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, નાનપણમાં જ જો પ્રકૃતિ ્રપત્યે આદરભાવના અંગેની સજાગતા બાળકોમાં કેળવવામાં આવે તો આવનારી પેઢીમાં
‘ગ્રીન કમાન્ડો’ની ફોજ ઉભી કરી પ્રકૃતિનું સંરક્ષણ કરી શકાય. (તસ્વીર: જીજ્ઞેશ પોપટ, પોરબંદર)

રિલેટેડ ન્યૂઝ