પોરબંદર, તા.7
પોરબંદરમાં માણેકબાઇ પાઠશાળા ખાતે જે બ્રહ્મ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેઓ વ્યાસપીઠ ઉપર બેસીને કથાનું વાંચન કઇ રીતે કરવું? તેની તેમને અભ્યાસ દરમિયાન જ પ્રેકટીકલ તાલીમ મળી રહે તે માટે દર વર્ષે ભાગવત સપ્તાહનું આયોજન થાય છે. તે અંતર્ગત આ વર્ષે પણ આયોજન શરૂ થયું છે જેમાં દરરોજ અલગ-અલગ વિદ્યાર્થીઓ વ્યાસપીઠ ઉપર બેસીને કથા વાંચી રહ્યા છે અને તેમના મુખેથી કથા સાંભળવાનો લ્હાવો લેવા જેવો છે.
પોરબંદરના રેલ્વે સ્ટેશન સામે આવેલ માણેકબાઇ પાઠશાળા છેલ્લા 90 વર્ષથી કાર્યરત છે અને બાઇ માણેક ભગવાનદાસ શિવજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેનું સંચાલન થાય છે. મુંબઇના આ સંસ્થા દ્વારા પોરબંદરમાં બ્રહ્મસમાજના બાળકોને વિનામૂલ્યે વેદ, વ્યાકરણ, સંસ્કૃત, સાહિત્ય, કર્મકાંડ અને જયોતિષ વગરેની નિ:શુલ્ક તાલીમ આપવા આપવામાં આવે છે અને તેઓને વિદ્ધાન બનાવાય છે. તેથી સાથોસાથ ભાગવત સપ્તાહ સહિત કથાની પ્રેકટીકલ તાલીમ મળી રહે તે માટે દર વર્ષે સંસ્થા દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ જ વ્યાસપીઠ ઉપર બેસીને કથાનું પઠન કરે છે.તે અંતર્ગત કથા ચાલુ થઇ છે.
પોરબંદર સહિત આસપાસના પંથકના બ્રહ્મસમાજના બાળકોને 90 વરસથી વિનામૂલ્યે તાલીમ અને રહેવા – જમવા સહિતની સુવિદ્યા આપતી માણેકબાઇ પાઠશાળામાં 40 થી વધુ બાળકો કર્મકાંઠ અને વેદ, સંસ્કૃતની તાલીમ લઇ રહ્યા છે. જેમને અત્યારનું આધુનિક શિક્ષણ એટલે કે અંગ્રેજી અને કોમ્પ્યુટરની પણ અહીં તાલીમ આપવામાં આવે છે. અહીંના પ્રધાન આચાર્ય શાસ્ત્રી જીતેન્દ્રભાઇ મણિશંકર જોશી સહિત અન્ય ગુરૂજનોના માર્ગદર્શન હેઠળ આ છાત્રો તાલીમ મેળવી રહ્યા છે. અહીં કર્મકાંડની તાલીમ લઇ રહેલા વિદ્યાર્થીઓ તાલીમ મેળવ્યા બાદ ભાગવત સપ્તાહ, શિવકથા, રામકથા સહિતની કથાઓ વ્યવસ્થિત રીતે વાંચી શકે તે માટે અત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથોસાથ પ્રેકટીકલ તાલીમ મળે તે માટે દર વરસે અહીં ભાગવત સપ્તાહ યોજાય છે જે હાલ સંસ્થા ખાતે ચાલી રહી છે. જેમાં સંસ્થામાં અભ્યાસ કરતા અલગ-અલગ વિદ્યાર્થીઓ જ વ્યાસપીઠ પર બેસી અને કથા વાંચે છે. અહીંના પ્રધાન આચાર્ય શાસ્ત્રી જીતેન્દ્રભાઇ મણિશંકર જોશી સહિત અન્ય ગુરૂજનોના માર્ગદર્શન હેઠળ આ છાત્રો તાલીમ મેળવી રહ્યા છે. ઉપરાંત દર મહીને એકવાર પુનમ ના દિવસે યજ્ઞ પણ યોજાય છે જેમાં પણ તમામ વિધિ અહીંના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવે છે ત્યારે માત્ર તેઓને વૈદિકજ્ઞાન જ નથી અપાતું પરંતુ આધુનિક જમાનાને અનુરૂપ અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવે છે ત્યારે આ સંસ્થામાં વિદ્યાર્થીઓને અનોખી કથાવાંચનની તાલીમ મળી રહી હોવાથી તેઓ પણ ખુશખુશાલ છે.
