પોરબંદરના સ્વામી વિવેકાનંદજીની 150 મી જન્મજયંતીના સિક્કા બાળકોને બતાવાયા

પોરબંદર તા.11
પોરબંદરના સ્વામી વિવેકાનંદજીની 150 મી જન્મજયંતીના સિક્કા બાળકોને બતાવાયા હતા.
પોરબંદરના એન્ટીક શોખીન વેપારી શૈલેષભાઈ ઠાકર પાસે અનેક પ્રાચીન સિક્કાઓનો સંગ્રહ છે ત્યારે ભારતના પનોતા પુત્ર સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી આવતીકાલે 12 જાન્યુઆરીએ હોય, આ પ્રસંગે બાળકોને તેમણે સ્વામી વિવેકાનંદજીના સિક્કા બતાવી તેમની જીવન ઝરમરની માહિતી બાળકોને આપી હતી. સ્વામી વિવેકાનંદજીનો પોરબંદર સાથેનો નાતો યાદ કરતા શૈલેષભાઈ ઠાકરે પોતાના દાદા પાસે સાંભળેલી વાત યાદ કરતા જણાવેલ કે સ્વામી વિવેકાનંદજી અમેરિકા ગયેલ જ્યાં પોતાના પ્રવચનમાં બોલેલ કે ભાઈઓ તથા બહેનો તરીકેના સંબોધન કરી સૌના દિલ જીતી લીધેલ. શિકાગોમાં મળેલ વિશ્ર્વ ધર્મ પરિષદમાં સ્વામીજી છવાઈ ગયેલ. સ્વામી વિવેકાનંદજી પરદેશમાં હજારો પ્રવચન કરી ભારતના ધર્મના વિજય પતાકા ઠેર-ઠેર ફરકાવતાં. તેઓ પોરબંદરમાં પણ રહી ગયેલ છે. પોરબંદરની નટવરસિંહજી ક્લબની પાસે આવેલ બિલ્ડીંગમાં રાતવાસો કરેલ એમના દ્વારા યુવાનોને જગાડવામાં આવેલ અને દેશસેવામાં જોડવામાં આવ્યા હતા. આર.બી.આઈ. દ્વારા બહાર પાડવામાં આવેલ રૂપીયા પાંચના સ્વામીજીના ફોટાવાળા પીતળના સિક્કા જોવા મળે છે જેમાં 150 મી જન્મજયંતી, 1863 થી 1902 ની સાલ જોવા મળે છે. બાળકો પણ આ સિક્કા નિહાળીને અભિભૂત બન્યા હતા.

રિલેટેડ ન્યૂઝ