પોરબંદર તા.13
પોરબંદરમાં જુદી-જુદી સંસ્થાઓ તથા સરકારી તંત્ર દ્વારા એઇડસ પીડીત બાળકો, સ્લમ વિસ્તારના બાળકોને પતંગ, દોરી, ચીકી, લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તંત્ર દ્વારા આયોજન
જીલ્લા સમાજ સુરક્ષા કચેરી, જીલ્લા બાળ સુરક્ષા એકમ પોરબંદર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઉતરાયણ પર્વની ઉજવણીના ભાગરૂપે પોરબંદરના સ્લમ વિસ્તારમાં બાળકોને પતંગ દોરી તેમજ ચીક્કી, લાડુ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ પોરબંદર દ્વારા ઉતરાયણ પર્વની ઉજવણીના ભાગરૂપે પોરબંદરના ઝુંડાળા ખાતે સ્લમ વિસ્તારમાં અંદાજે 300 બાળકોને પતંગ દોરી તેમજ ચીક્કી, લાડુ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન સાવંત, મહિલા શક્તિ કેન્દ્ર તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમના સ્ટાફ હાજર રહ્યા હતા.
હેપ્પી લેડીઝ કલબ દ્વારા આયોજન
હેપ્પી લેડી કલબ પોરબંદર દ્વારા મકરસંક્રાંતિની એઇડસ પીડીત બાળકોને ખુશ કરીને તથા મુંગા જીવો ની સેવા કરીને ઉજવણી કરવામાં આવી. હેપ્પી લેડી કલબ દ્વારા દર વર્ષે મકરસંક્રાંતિની અલગ રીતે જ બીજાને મદદરૂપ બનીને ઉજવણી કરવામાં આવે જે આ વર્ષે ઝુંડાળામાં ચાલતી ગૌશાળા કે જયાં પપ0 જેટલા ગાય તથા નંદીઓ, કુતરાઓ તેમજ અન્ય મુંગથા પશુઓ જીવો તેમજ બીમાર ગાયોની સેવા કરવામાં આવે છે. બાપુની ગૌશાળામાં ઘાસચારા જરૂરીયાત હોય ત્યાં 3પ મણ ઘાસચારો લઇને રૂબરૂ હેપ્પી ટીમ ગઇ હતી અને ગૌશાળામાં કેવી રીતે મુંગા જીવોની નિ:સ્વાર્થ સેવા કરવામાં આવે છે તે પણ જોયું હતું. ત્યારબાદ એઇડસ પીડીત બાળકોની સંસ્થા વિહાન કેર સેન્ટર ખાતે બાળકોને પતંગ, દોરા, માંડવીપાક, મમરાના લાડુ, વેફર, બોર, બીસ્કીટ વિગેરે વસ્તુઓની એક કીટ કે જેમાં ફકત એક બાળક જ નહીં પણ ફેમીલીને થઇ શકે તેટલી વસ્તુઓ આપીને તેમની સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી. વિહાન કેર સેન્ટરના પ્રવિણભાઇ, સરોજબેન, દક્ષભાઇ વિગેરેએ વ્યવસ્થા કરી હતી. હેપ્પી લેડી કલબના ફાઉન્ડર હીતેશ કારીયાના માર્ગદર્શન નીચે પલ્લવીબેન તન્ના, રિંકુ અટારા, નિધીબેન શાહ, વિભાબેન લાલચેતા, મીનાબેન પાણખાણીયા, અલ્પાબેન ઠકરાર, પૂજા અત્રી, દિવ્યાબેન શાહ, સુરભી ગોટેચા વિગેરે જોડાયા હતા.
