કુતિયાણા તાલુકાના સરપંચોને ટીબી અંગે અપાયું માર્ગદર્શન

પોરબંદર તા.13
પોરબંદરના કુતિયાણા તાલુકાના ગ્રામ્યપંથકમાં ટીબી જેવી ગંભીર બિમારી સામે ગામના સરપંચો જાગૃત થશે તો તેઓ વધુ સારી રીતે ગ્રામજનોને સમજ આપી શકશે તેથી પોરબંદરના જીલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા કુતિયાણા તાલુકાના સરપંચો સાથેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફીસ કુતિયાણા ખાતે રાષ્ટ્રીય ટીબી નાબુદી કાર્યક્રમ અને બીજા આરોગ્ય કાર્યક્રમની રૂપરેખા આપેલ છે. આ પ્રોગ્રામ અંતર્ગત જીલ્લા ક્ષય અધિકારી સીમાબેન પોપટયા તથા તાલુકા હેલ્થ અધિકારી એ.એસ. બાબરીયા દ્વારા ટીબી નાબુદ કરવા અને ગામડાને ટીબી મુકત કરવા તથા સરકાર દ્વારા મળતી વિવિધ સહાય જેમ કે નીક્ષય પોષણ યોજના, કસ્તુરબા પોષણ યોજના, જનની સુરક્ષા યોજના અંગેનુું સવિસ્તાર માર્ગદર્શન કુતિયાણા તાલુકાના ગામડાના સરપંચોને પુરૂ પાડવામાં આવ્યું હતું જેનો સરપંચો સહિત ઉપસ્થિત આશા વર્કરોએ લાભ લીધો હતો અને તે અંગેની સમજ લોકો સુધી પહોંચાડશે તેમ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ