પોરબંદર તા.13
પોરબંદરમાં તમાકુનું વેચાણ કરનારાઓને ત્યાં તંત્રએ તપાસ હાથ ધરી હતી જેમાં અનેક વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પોરબંદર તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા જિલ્લા આરોગ્ય અકિારી ડો. એ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં તમાકુનું ઉત્પાદન કરતા કારખાનાઓ તેમજ દુકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. તમાકુથી કેન્સર થાય છે, 18 વર્ષથી નાની ઉંમરની વ્યકિત તમાકુનું વેચાણ/ખરીદી એ દંડનીય ગુન્હો છે, વગેરે આરોગ્ય વિષયક ચેતવણી વગર સિગારેટ તમાકુ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરનારને રૂા. 3300 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત ઇ-સિગરેટના વેચાણ પર પ્રતિબંધની ચકાસણી પણ કરવામાં આવી હતમી. ઉપરોકત કામગીરી જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા દ્વારા કરાઇ હતી.
