પોરબંદરમાં સમાજકાર્યની વિદ્યાર્થીનીએ કરી દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી

પોરબંદર તા.20
પોરબંદરમાં સમાજકાર્યમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસ ઉજવીને સૌને પ્રેરણા આપી હતી.
આજના આધુનિક યુગમાં દરેક માનવી પોતાના જન્મદિવસની ઉજવણી અલગ-અલગ રીતે કરે છે. કોઇપાર્ટી કરીને તો કોઇ યુવાન મોટી હોટેલોમાં જઇને તો કોઇ પોતાના સગા-સબંધીને પોતાના ઘરે ઇન્વાઇટ કરીને, કોઇ મ્યુઝીક સાથે ગરબા કરીને આવી અલગ-અલગ રીતેના પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. ત્યારે ગોઢાણીયા કોલેજમાં સોશ્યલ વર્કમાં અભ્યાસ કરતી વિશ્રાંતી પુનાણી નામની વિદ્યાર્થીનીને એવો વિચાર આવ્યો કે હું મારા જન્મદિવસની ઉજવણી આવા મંદબુદ્ધિના બાકળોની સાથે કરીશ. સામાન્ય માણસને તો સમાજમાં રદેક માણસ સ્વીકારતો હોય છે પરંતુ એક મંદબુધ્ધિના બાળકને સમાજ સ્વીકારતું નથી તેને માજ ધૂધકાઓ હોય છે. તો આવા જ વિચારથી તેણે તેના જન્મદિવસની ઉજવણી કરી હતી. તેણે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી મંદબુધ્ધિના બાળકો સાથે ઉજવણી કરૂં છું અને મારા આ વિચાર પાછળ મારા પિતાએ આપેલા સંસ્કાર રહેલા છે. અને મારા જન્મદિવસની અનોખી ઉજવણીના મોટા સહયોગી મારા માતા-પિતા છે અને મારા દાદા-દાદી છે. તેમ જણાવીને બાળકોને પણ ખુશખુશાલ કરી દીધા હતા.

રિલેટેડ ન્યૂઝ