પોરબંદરમાં ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ રેલી યોજાઈ

પોરબંદર તા.24
પોરબંદરમાં ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ, મહિલાઓ અને આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલ મહિલા કર્મચારીઓ જોડાયા હતા. આરોગ્ય વિભાગ તથા બાળકલ્યાણ વિભાગ દ્વારા ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ રેલીનું આયોજન નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ના અનુસંધાનમાં કરવામાં આવ્યું. ડી.ડી.ઓ. અડવાણી તથા પી.એન.ડી.ટી. ચેરપર્સન ડો. સુરેખાબેન શાહ તથા કવિતાબેન દવે અને કાશ્મીરાબેનના હાથે લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. જીલ્લા આરોગ્યભવનથી શરૂ કરીને બાલુબા ક્ધયાશાળા સુધી અને ત્યાંથી પાછા જીલ્લા આરોગ્યભવન સુધી આ રેલી ફરી..જેમાં આરોગ્યવિભાગનો સ્ટાફ તથા બાળકલ્યાણ વિભાગનો સ્ટાફ અને આંગણવાડી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. શહેરના નાગરિકોએ ઉત્સુકતાપૂર્વક રેલી નિહાળી-વધાવી હતી. “‘બેટી કો દે પહેચાન…વહી માતા-પિતા હૈ મહાન’, ‘માં નહીં તો બેટી નહીં…બેટી નહીં તો બેટા નહીં’, ‘ખુશીઓ કે ફૂલ ખીલાતી હૈ બેટી…ઘરઆંગન મહેકાતી હૈ બેટી’, ‘સ્વર્ગમેં ચાહતે હો સ્થાન…નારી કો દો સન્માન’ વગેરે બેનરો શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમગ્ર આયોજનમાં રવિભાઈ, કમલેશભાઈ તથા આરોગ્યના સમગ્ર સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ