રમત-ગમત અને મનોરંજનના માધ્યમથી ભણાવાયા સ્વચ્છતાના પાઠ

પોરબંદર તા.28
અત્યારના સમયમાં સરકાર સ્વચ્છતાની વાતો કરે છે પરંતુ વાસ્તવમાં છેવાડાના લોકો સુધી તેમનો સંદેશ યોગ્ય રીતે પહોંચતો નહીં હોવાથી ગંદકી અને અસ્વચ્છતાનું સામ્રાજય યથાવત છે ત્યારે પોરબંદર જીલ્લાના આઠ ગામડાઓમાં તંત્ર અને સામાજીક સંસ્થાના સંયુકત ઉપક્રમે ગ્રામજનોને વિવિધ રમત-ગમત રમાડીને અને મનોરંજનના માધ્યમથી સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવ્યા હતા.
વન અને પર્યાવરણ મંત્રાલય, ગુજરાત ઇકોલોજી કમીશન અને વિંગ્ઝ ફાઉન્ડેશનના સહયોગ દ્વારા ઘનકચરા નિકાલ અને વ્યવસ્થાપનની સમજ આપતી કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જીલ્લામાં કુલ 8 ગામોમાં આ કાર્ય શિબિર કરવામાં આવી હતી. જેમાં પાલખડા, દેગામ, મિયાણી, ટુકડા મિયાણી, કુછડી, જામસુખપુર, કાંટેલા અને બગવદર ગામોનો સમાવેશ થયેલ હતો. આ તાલીમમાં મુખ્યત્વે ઘનકચરા નિકાલ અને વ્યવસ્થાપન વિશે માર્ગદર્શન આપવામાં આવી હતી અને બધા જ ગામોમાં લોકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં પર્યાવરણીય જાળવણી, પ્રદુષણ અટકાવવું અને બદલાતા વાતાવરણના કારણોને ભારમ ુકી સમજાવી અને આપણે સૌએ સાથે મળીને સાચો ઉકેલ લાવવો પડશે તે સમજાવ્યું હતું. કાર્યક્રમમાં ગામમાં સરપંચ, પંચાયત, આંગણવાડી કાર્યકર, આશાવર્કર અને શિક્ષકગણ ખુબ સહકાર આપ્યો હતો. ગુજરાત ઇકોલોજી કમીશન અને વિંગ્ઝ ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલ કાર્યક્રમમાં વિંગ્ઝ ફાઉન્ડેશનના મેનેજીંગ ડાયરેકટર ડો. વિભાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ઉપર્યુકત ગામોમાં ઘન અને પ્રવાહીક ચરાના યોગ્ય નિકાલ અને વ્યવસ્થાપન અંગે તાલીમ યોજવામાં આવી હતી. જેમાં તાલીમકાર તરીકે હર્ષાબેન ડાભી, વિંગ્ઝ ફાઉન્ડેશન ટીમએ લોકોને તાલીમ શિબિરમાં પીપીટી, ડોકયુમેન્ટરી, ફીલ્મ, સાપસીડી, કવીઝ કોમ્પીટીશન, ગ્રામસફાઇ દ્વારા માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્વચ્છતાના સાત સોપાનો કચરાના પ્રકારો, પર્યાવરણીય, અસ્વચ્છતામાં રિડયુઝ, રિયુઝ, રિસાયકલ વિશે સમજાવવામાં આવ્યું. જેમાં ડોકયુમેન્ટરી ફિલ્મ અને સચોટ ઉદાહરણ દ્વારા અને સાપસીડીના મેસેજ સાથે તાલીમ જીવંત બની હતી. ઘર આંગણે ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક સ્વચ્છતાના પાઠ શીખ્યા હતા અને કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ