માધવપુર (ઘેડ)માં કોંગ્રેસ પ્રેરીત ગાંધી સંદેશ યાત્રાનું સ્વાગત

માધવપુર (ઘેડ) તા. 6
મહાત્મા ગાંધી જી ની 150 મી જયંતિ , અને સ્વ : રાજીવ ગાંધી જી ની 75 મી જયંતિ નિમિતે અર્જુનભાઈ મોઢવાડીયા ના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા , પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા ની આગેવાનીમાં ” ગાંધી સંદેશ યાત્રા ( જનસંપર્ક અને વ્યસનમુક્તિ ) સાયકલ યાત્રા નો પ્રારંભ – ગુરુ ગોરખનાથ ના મંદિર – ઓડદર ખાતે થી અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા કરેલ , જેમાં વિશેસ ઉપસ્થિત એવા શ્રી ગિરધરભાઈ વાઘેલા , શ્રી ઇકુ ભાઈ શિયાળ, રામદેવભાઈ મોઢવાડીયા, તેમજ પોરબંદર, રાણાવાવ, કુતિયાણા વિસ્તાર ના કોંગ્રેસ ના આગેવાનો હાજર રહ્યા, અને પોરબંદર વિસ્તાર ની આમ જનતા અને કોંગ્રેસ પક્ષ ના હોદેદારો / કાર્યકર્તા ખુબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા અને સાયકલ યાત્રા માં જોડાયા ..
યાત્રા દરમ્યાન રસ્તા માં આવતા ગામડાઓ ની મુલાકાત લીધી હતી ત્યારે તે સાયકલ યાત્રા પોરબંદર થી રોડ ઉપર ના તમામ ગામો માંથી થઈ ને માધવપુર ઘેડ ગામે પોહચી હતી ત્યારે માધવપુર ના કોંગ્રેસ પક્ષ આગેવાન જીલ્લા પંચાયત ના સદસ્ય શ્રી ભાનુભાઈ ભવા.તાલુકા પચાયત ના સદસ્ય દિલીપભાઈ મોકરિયા.ગોવિંદભાઇ બાલસ સહિત ના બોહળી સંખ્યા માં કોંગ્રેસ પક્ષ ના આગેવાનો એ આ ગાંધી સંદેશ યાત્રા નું ભવ્ય સ્વાગત કરાયું ત્યાર બાદ માધવપુર ના તમામ આગેવાનો પણ ગાંધી સંદેશ યાત્રા માં જોડાયા હતા ને માધવપુર ના મુખ્ય માર્ગો ઉપર યાત્રા નીકળી હતી ત્યારે બાદ તેવો ને ભોજન નું આયોજન ભાનુભાઈ લખુભાઈ ભુવા ની વળી એ રખાયું હતું ત્યારે બાદ ગાંધી સંદેશ યાત્રા માધવપુર મૂળ માધવપુર થાય ને ચિગરિયા.મંડેર ગામ તરફ પોહચી હતી ત્યારે મંડેર ગામ આ સાયકલ યાત્રા નું ભવ્ય સ્વાગત કરાયું હતું.

રિલેટેડ ન્યૂઝ