રાણાવાવ પોલીસે દેશી દારૂ ભરેલી કાર પકડી પાડી

સતાપર નેસના ઇસમને 300 લીટર દારૂ સાથે પકડ્યા બાદ મદદગારી કરનાર કાઢીયાનેસના શખ્સ સામે પણ નોંધાયો ગુન્હો

પોરબંદર નજીક ના રાણાવાવ પોલીસમથકની ટીમે દેશી દારૂ ભરેલી કાર માંથી એક ઇસમને દારૂ અને કેન સહીત મુદ્ામાલ સાથે પકડી પાડ્યો છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામા પ્રોહી/જુગારની બની નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરી પ્રોહી ડ્રાઇવનુ આયોવન કરેલ હોય જે અનુસંધાને રાણાવાવ ડીવીઝન વિભાગના ના.પો.અધિ ધુવલ સી.સુતરીયા ના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પો.સ્ટે.ના.પો.ઇન્સ.એન.એન. તળાવીયા તથા પોલીસ સ્ટાફના માણસો રાણાવાવ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. બી.જે.દાસા તથા પો.કોન્સ. ભરત કાનભાઇ ઓડેદરા ને મળેલ હકિકત આધારે સાજણાવારા નર્સરી પાસે હાઇવે રોડ પરથી પુંજા નારણભાઇ મોરી ઉ.વ.28 રહે. સતાપર ગામ લાલવારાનેશ તા. જામજોધુર વાળાના કબ્જા હવાલાવાળી સ્વીફટ કાર કિ.રૂ.ર,00,000/- વાળી માંથી દેશી દારૂ લીટર 300 કિ.રૂા.60,000/- ના મુદામાલ સાથેનો પ્રોહીબીશનનો કેસ શોધી કાઢી કુલ ઇસમો વિરૂઘ્ધ કાયદેસરની કાયવાહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુન્હો રજી. કરાવેલ છે.
ભાવેશ નારણ ગરચર રહે. કાઢીયાનેશ નામના ઇસમનો સંડોવણી ખુલતા તેની સામે પણ ગુન્હો દાખલ થયો છે. આ કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ એન.એન. તળાવીયા તથા પો.હેડ.કોન્સ.બી.જે.દાસા,બી.વી.વાળા તથા પો.કોન્સ. સંજય વાલાભાઇ, જયમલ સામતભાઇ, ભરત કાનાભાઇ, ક્રુણાલસિંહ પ્રવિણસિંહ, તથા લોકરક્ષક કાના કારાભાઇ દ્વારા કરવામાં આવેલ હતી.

રિલેટેડ ન્યૂઝ