ત્રણેય ઋતુમાં ધંધાર્થીઓ તથા ગ્રાહકોને અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડતો હોવાથી કોંગ્રેસ સેવાદળ દ્વારા પાઠવાયું આવેદન
પોરબંદરના લીમડાચોકની શાકમાર્કેટને આધુનિક સુવિધા અપાવવા માંગ થઈ છે.
પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળના પ્રમુખ અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસ દ્વારા મહાનગરપાલિકાના કમિશ્નર હસમુખ પ્રજાપતિને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે,પોરબંદર શહેરના લીમડાચોક શાકમાર્કેટને અતિ આધુનિક બનાવવું જરૂરી બની ગયું છે અને વહેલામાં વહેલીતકે શાકમાર્કેટની અતિ આધુનિક બનાવી જોઈએ કેમકે પોરબંદર મહાત્મા ગાંધીજીની જન્મભુમિ,ભગવાન શ્રીકૃષ્ણના બાળ સખા સુદામાની જન્મભૂમિ છે,આ લીમડાચોક શાકમાર્કેટમાં ગ્રામ્યપંથકના તેમજ શહેરના લોકો શાકભાજી લેવા માટે જાય છે ત્યારે અતિ અદભુત દ્રશ્યો જોવા મળે છે જેમ કે ચાર દીવાલની બાંધકામની શાકમાર્કેટ ઉપર છતની જગ્યા ઉપર તાલપત્રી અથવા કપડાં બાંધેલા જોવા મળે છે,ગરમીમાં અને ચોમાસામાં શાકમાર્કેટના વેપારી ભાઈ-બહેનો ખુબ જ હેરાન પરેશાન થાય છે,પોરબંદર નગરપાલિકા હતી ત્યારે પણ આ ધંધાર્થીઓની એ જ હાલત છે અને છ મહિનાથી મહાનગરપાલિકા બને ત્યારે પણ આ વેપારીઓની આ જ હાલત છે,ત્યારે પોરબંદરની આ શાક માર્કેટની આવી ખરાબ હાલત જોઈને વિકાસની વાત કરતી ડબલ એન્જિનની ભાજપ સરકાર પોરબંદરની પ્રજાને વિકાસથી વંચિત રાખે છે અને લીમડા ચોક શાકમાર્કેટ માટે ભાઈ બહેનો બોખીરા,કડિયા પ્લોટ,નવા કુંભારવાળો, મેમણવાળો, હરીશ ટોકીઝ, એસ.વી.પી. રોડ જેવા વિસ્તારમાંથી લોકો આ લીમડાચોક શાકમાર્કેટમાં શાકભાજી લેવા આવે છે,પરંતુ ભાજપ સરકારની વિકાસની વાતો આ પોરબંદર લીમડાચોક શાકમાર્કેટને લાગુ પડતી નથી કેમકે પોરબંદરની પ્રજા પણ 14 મી સદીમાં વસવાટ કરે છે એટલે ભાજપ સરકારની ભક્તિ અને શક્તિ બંને આ લીમડા ચોક શાકમાર્કેટમાં ચાલે છે ભાજપ ઉપર કટાક્ષ કરતા અશ્વિન મોતીવરસ વધુમાં જણાવે છે કે,આવનારી પોરબંદર મહાનગરપાલિક માં કોંગ્રેસ પાર્ટીની બોડી આવશે એટલે પ્રથમ પોરબંદર મહાનગરપાલિકાની કારોબારીમાં લીમડાચોક શાક માર્કેટને અતિ આધુનિક માર્કેટ લાઈટ પંખા અને પાર્કિંગ અને લેડીઝ-જેન્સ ટોયલેટ સાથે હતી,આધુનિક લીમડાચોક શાકમાર્કેટનું નવીનીકરણ કરવા માટે કોંગ્રેસ પાર્ટી હંમેશા પોરબંદરની લીમડા ચોક શાક માર્કેટ જે વિકાસથી વંચિત છે તેના માટે તાત્કાલિક નિર્ણય કરશે તેવી યાદી પણ પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળના પ્રમુખ અશ્વિન દેવજીભાઈ મોતીવરસ અને પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખ રાજવીરભાઈ બાપોદરાએ જણાવ્યું હતું
