પોરબંદરમાં કરાટેમાં અલગ-અલગ બેલ્ટની પદવી મેળવનારાઓને અપાયુ સન્માન

કરાટે બેલ્ટ ગ્રેજ્યુએશન એન્ડ સેરીમની કાર્યક્રમ યોજાયો: બ્રાઉન, રેડ, બ્લુ, યલ્લો બેલ્ટ મેળવનારા ખેલાડીઓને બિરદાવવામાં આવ્યા: નિષ્ણાંત ટ્રેનરો અને માસ્ટરોએ આપ્યુ મહત્વનું માર્ગદર્શન

પોરબંદરમાં કરાટેડો એસોસીએશન દ્વારા બેલ્ટ ગ્રેજ્યુએશન એન્ડ સેરીમની યોજવામાં આવી હતી.
નિહોન કરાટેડો શુબુકાઈ સિટોરિયુ ઇન્ડિયા દ્વારા આયોજિત અને કરાટેડો એસોસિએશન પોરબંદર, પ્રતિભા એકેડેમી પોરબંદર, એક્સ્ટ્રીમ માર્શલ આર્ટસ એન્ડ ફિટનેસ એકેડેમી પોરબંદર અને આર્ય સમાજ પોરબંદરના સહયોગથી કરાટે બેલ્ટ ગ્રેજ્યુએશન એન્ડ સેરમનીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વ્હાઇટ બેલ્ટથી લઈ અન્ય તમામ કલર બેલ્ટ સુધીના વિદ્યાર્થીઓનું ગ્રેજ્યુએશન અને સન્માન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે નિહોન કરાટેડો શુબુકાઈ શિટોરિયુ ઇન્ડિયા, સાઉથ એશિયાના હેડ સિહાન ક્યોશી વિજય ભટ્ટ, ઇન્ડિયન કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ સદાવત , આર્યસમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિભાઈ જુંગીવાલા અને એકેડમીના સાઉથ ગુજરાત હેડ કેતન કોટિયા ની વિશેષ ઉપસ્થિતિ સાથે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ હા.
આ કાર્યક્રમમાં બાળકોના વર્ષભરના પરિશ્રમ, શિસ્ત, કૌશલ્ય અને પ્રદર્શિત કરેલી પ્રગતિને આધારે તેમને તેમની લાયકાત મુજબ આગળના બેલ્ટથી નવાજવામાં આવ્યા. દરેક વિદ્યાર્થીના ઉત્કૃષ્ટ પરફોર્મન્સને માન અપાતાં સમગ્ર હોલ ઉત્સાહથી ગુંજી ઉઠ્યો હતો.
કરાટે અને બેલ્ટ સિસ્ટમનું મહત્વ અંગે નિષ્ણાતોનું માર્ગદર્શન
કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત ટ્રેનરો અને માસ્ટર્સ દ્વારા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જેમાં કરાટેનું મહત્વ ખાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત કમાન્ડન્ટ સદાવતે બાળકો અને પેરેન્ટ્સને જણાવેલ હતુ.કરાટે માત્ર રમત જ નહીં, પરંતુ સ્વરક્ષણ, શિસ્ત, માનસિક શક્તિ અને વ્યક્તિત્વ વિકાસનો શક્તિશાળી માર્ગ છે.બાળકોમાં આત્મવિશ્ર્વાસ, ફોકસ, શ્રમશીલતા અને સ્વાનુશાસન વિકસાવે છે.કરાટે બેલ્ટ સિસ્ટમનું મહત્વ એકેડમી ના સાઉથ એશિયાના હેડ સિહાન ક્યોશી વિજય ભટ્ટ જણાવેલ હતુ. બેલ્ટ માત્ર રંગ નથી, તે વિદ્યાર્થીની પ્રગતિ, કૌશલ્ય અને સતત મહેનતનું પ્રતિક છે.દરેક બેલ્ટ સાથે નવી જવાબદારી, નવી ટેકનિક અને વધુ પ્રતિબદ્ધતા જોડાયેલી છે. સ્વાસ્થ્ય અને કરાટેનું મહત્વ સિહાન કેતન કોટિયાએ જણાવેલ હતુ કે કરાટે શરીરને સક્રિય, ફીટ અને લચીલા બનાવે છે.અદ્વિતીય ક્ષમતા, સંતુલન, માઇન્ડ-બોડી કોર્ડિનેશન અને ફિટનેસ સ્તર વધારવામાં મદદરૂપ થાય છે.
બ્લેક બેલ્ટ સુધીની સફર પ્રેરણાત્મક માર્ગદર્શન
બ્લેક બેલ્ટ માત્ર અંતિમ લક્ષ્ય નહીં પરંતુ નવા અભ્યાસની શરૂઆત છે.નિષ્ણાતોએ બાળકોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે સતત પ્રેક્ટિસ, શિસ્ત અને પ્રતિબદ્ધતા સાથે બ્લેક બેલ્ટ સુધીની સફળ દરેક માટે શક્ય છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરી
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. બાળકોને મળેલો સન્માન અને માર્ગદર્શન તેમની કરાટે સફરને વધુ પ્રેરક બનાવે છે.
આભારવિધિ
નિહોન કરાટેડો ઇન્ડિયા તરફથી તમામ ટ્રેનરો, વાલીઓ, મહેમાનો અને મુખ્યત્વે બાળકોનો આભાર માનવામાં આવ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એકેડેમી ના ટેકનીકલ હેડ સેન્સાઇ મહેશ મોતીવરસ , સુનિલ ડાકી, અંજલી ગાંધ્રોકિયા, ધ્વનિ સલેટ, યશ ડોડીયા, મિલાપ લોઢારી, હેબિત મલેક, મોહિત મઢવી, મોહિત શિયાળ, હની મોતીવરસ, સ્નેહા પાંજરી, યશ કોટીયા કાર્તિક માલમ ,ઈશાન કાણાકીયા, ધનીશ શેરાજી, વંશ વાળા, જીવન ગોહેલ વગેરે તમામના સહકારને વિશેષ નોંધવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ